શું તમે જાણો છો રંગોના તહેવારે કેમ સફેદ વસ્ત્રો પહેરવામાં આવે છે?

GUJARAT

ફાગણ મહિનો શરૂ થતાં જ આપણે સૌ હોળીના તહેવારની તૈયારીઓ શરૂ કરી દઇએ છીએ. હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હોલિકા દહનનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે રંગવાલી હોળી એટલે કે ધૂળેટી બીજા દિવસે પ્રતિપદા તિથિના દિવસે રમવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 17મી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે અને હોળીનો તહેવાર 18મી માર્ચ 2022ના રોજ ઉજવવામાં આવશે.

હોળીને આનંદ અને ઉત્સાહનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લોકો રંગો લગાવીને એકબીજાને ગળે લગાવે છે. તમે હોળી પર સફેદ વસ્ત્રો પહેરેલા લોકોને ઘણીવાર જોયા હશે. શું તમે જાણો છો હોળી પર લોકો સફેદ વસ્ત્રો કેમ પહેરે છે? જાણીલો હોળીના દિવસે રંગબેરંગી કપડાં કેમ ન પહેરવા જોઈએ.

હોળીના દિવસે સફેદ વસ્ત્રો કેમ પહેરવામાં આવે છે?

હોળીના દિવસે સફેદ વસ્ત્રો પહેરવાથી જીવન પર સકારાત્મક અસર પડે છે.
સફેદ રંગ ભાઈચારો, શાંતિ અને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, તેથી આ દિવસે સફેદ વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ હોય છે.આ દિવસે ખાસ કરીને સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ.

હોળીના એક દિવસ પહેલા પણ જો સફેદ રંગના વસ્ત્રો પહેરીને હોલિકા દહન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારો સ્વભાવ શાંત થાય છે. મનને શાંતિ મળે છે. ગ્રહોના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે સફેદ રંગના કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, સાથે જ સફેદ વસ્ત્રો પહેરવાથી અશુભ વસ્તુઓ દૂર રહે છે.

સફેદ રંગના કપડાં પહેરવાથી સૂર્યના તાપથી છુટકારો મળે છે. હોળીનો તહેવાર એવા સમયે આવે છે જ્યારે હવામાનમાં ગરમી વધવા લાગે છે. આવી સ્થિતિમાં સફેદ રંગ તમને ઠંડક આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *