શું તમે પણ બપોરે સૂઇ જાવ છો તો જાણી લો ખાસ, આ બીમારીનું જોખમ થશે ઓછું

GUJARAT

બપોરે કેટલાક પુખ્ત વયના લોકોને ઝોકાં આવી જતા હોય છે. આ થોડીક ઊંઘ લેવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં જણાયું છે. અઠવાડિયામાં બે વાર સ્નૂઝ એટલે કે બપોરની ઊંઘ લેનારા વ્યક્તિઓમાં હાર્ટએટેક કે સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. જેમણે સપ્તાહમાં બેવાર બપોરે ઊંઘ લીધી હતી તેવા વ્યક્તિઓમાં હાર્ટએટેક અને સ્ટ્રોનું જોખમ ૪૮ ટકા ઘટી ગયું હતું.

અનિદ્રાને પગલે વ્યકિતઓમાં એથરોસ્કલેરોસિસનું જોખમ વધી જાય છે, જે ધમનીઓમાં તકતીનું નિર્માણ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આઠ કલાકની ઊંઘ લેનારાઓ કરતા બપોરના સમયે ઝોકા ખાનારાઓમાં હાર્ટએટેક અથવા સ્ટ્રોકની શક્યતા અડધી થઈ જાય છે.

સંશોધનકારોના મતે અઠવાડિયામાં એક કે બેવાર બપોરે જે લોકોને ઊંઘ આવી જાય છે તેની સરખામણીએ જેઓ ક્યારેય બપોરે ઊંઘ લેતા નથી તેવાઓમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ૫૦ ટકા નોંધાયું છે. સ્વિત્ઝરલેન્ડની લુઝાનેની યુનિવર્સિટી હોસ્પિટલની સંશોધન ટીમે સરેરાશ ૩૫ વર્ષથી ૭૫ વર્ષની વયના ૩,૪૦૦ લોકો પર નેપિંગ પરિવર્તન અને સરેરાશ નિદ્રાનો સમય નોંધવા માટે સરેરાશ પાંચ વર્ષ સુધી નજર રાખી હતી.

આ સરવેના પ્રમુખ ડો.નાડિન હૌસલેએ જણાવ્યું હતું કે ટીમે સંભવિત પરિબળોનો હિસાબ કરીને આ તારણ કાઢ્યું છે. આ સંશોધનમાં હાઇ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા કાર્ડિયોવાસ્ક્યુલર રોગના જોખમો તેમ જ અન્ય બાબતોની પણ નોંધ કરવામાં આવી હતી. ૬૫ વર્ષથી વધુના લોકો અને જે નિયમિત રીતે બપોરે ઊંઘતા હોય છે તેવા વ્યક્તિઓમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *