શું તમે કરો છો નોકરી,તો જાણી લો આ 7 લાખ રુપીયાનો મળે છે તમને લાભ

GUJARAT

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના તમામ સભ્યો નિવૃત્તિ ફંડ સંસ્થાના એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) હેઠળ રૂ. 7 લાખના મફત જીવન વીમા કવર માટે હકદાર છે. EDLI-EPFO સભ્યો દ્વારા ચૂકવવામાં આવનાર કોઈપણ ખર્ચ અથવા પ્રીમિયમ વિના રૂ. 7 લાખના જીવન વીમાનો લાભ આપવામાં આવે છે. EPFO સક્રિય સભ્યના નોમિની અથવા કાનૂની વારસદારને સક્રિય સેવા દરમિયાન ખાતા ધારકના મૃત્યુના કિસ્સામાં 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે.

EDLI સ્કીમમાં પગારના 0.5 ટકા

EPFO ખાતાધારકો એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) અને પરચુરણ જોગવાઈઓ અધિનિયમ, 1976 હેઠળ EDLI વીમા માટે આપોઆપ નોંધાઈ જાય છે. આ સુવિધા મેળવવા માટે કોઈ પ્રીમિયમ અથવા અન્ય ઔપચારિકતા સામેલ નથી. તેમાં કોઈ બાકાત નથી અને મૃત્યુ પહેલાંના છેલ્લા 12 મહિના દરમિયાન લાભાર્થીને મળેલા પગાર દ્વારા વીમા કવચ નક્કી કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે એમ્પ્લોયર 12 ટકા ચૂકવે છે, જેમાંથી 8.33 ટકા પેન્શન ફંડમાં મોકલવામાં આવે છે. નોકરીદાતા પણ EDLI સ્કીમમાં પગારના 0.5 ટકા ચૂકવે છે.

EDLI ની 5 મુખ્ય વિશેષતાઓ-

>> મહત્ત્મ લાભ– નોકરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, નોમિની અથવા EPF સભ્યના કાનૂની વારસદારને મહત્તમ રૂ. 7 લાખ સુધીનો લાભ આપવામાં આવશે. અગાઉ, મહત્તમ લાભ 6 લાખ રૂપિયા સુધીનો હતો, જે એપ્રિલ 2021થી વધારીને 7 લાખ કરવામાં આવ્યો છે.

>> લધુત્ત્મ લાભ– EDLI સ્કીમ 1976 હેઠળ, જો મૃત સભ્ય તેના મૃત્યુ પહેલા 12 મહિના સુધી સતત નોકરીમાં હતો, તો લઘુત્તમ લાભ 2.5 લાખ રૂપિયા છે.

>> કર્મચારીઓને મફત સુવિધા– EPFO ​સભ્યને આપવામાં આવતો આ જીવન વીમો લાભ PF/EPF ખાતાધારકો માટે મફત છે. તેમના એમ્પ્લોયર એટલે કે જે કંપનીમાં તેઓ કામ કરે છે, તે મહત્તમ 15,000 રૂપિયાની મર્યાદા સુધી માસિક પગારના 0.50 ટકા ચૂકવશે.

>> ઓટો એનરોલમેન્ટ- પીએફ અથવા ઈપીએફ ખાતાધારકો માટે ઓટો એનરોલમેન્ટની જોગવાઈ છે. EPFO સભ્ય અથવા સબસ્ક્રાઇબર બન્યા પછી, તેઓ EDLI યોજનાના લાભો માટે પાત્ર બને છે. આ માટે તેઓએ અલગથી કંઈ કરવાની કે અરજી કરવાની જરૂર નથી.

>> ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર- EDLI સ્કીમનો લાભ સીધો EPF અથવા PF ખાતાધારકના નોમિની અથવા કાનૂની વારસદારના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જો કે,EPFO ​ સભ્યોને જાણકારી માટે જણાવીએ છીએ કે EPF યોજના હેઠળ નોંધણી EDLI યોજના, 1976 માટે લાગુ છે. EDLI યોજના હેઠળ ઓફર કરવામાં આવતા વીમા લાભોનો દાવો કરવા માટે, નોમિની અથવા લાભાર્થીએ ફોર્મ 51F ભરવું પડશે.

EDLI સ્કીમ શું છે?

આ યોજના દ્વારા પીએફ ખાતા ધારકોને જીવનભર માટે 7 લાખ રૂપિયાનું વીમા કવચ મફતમાં મળે છે. આને ADLI વીમા કવર તરીકે નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ માટે પીએફ ખાતાધારકના ખાતામાંથી એક રૂપિયો પણ કાપવામાં આવતો નથી. તેના પૈસા માત્ર કંપની વતી પ્રીમિયમ તરીકે EDLI સ્કીમમાં જમા કરવામાં આવે છે. આ પૈસા કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 0.50 ટકા છે. એટલે કે, ખાતાધારક આ યોજનાનો લાભ સંપૂર્ણપણે મફતમાં લે છે.

Leave a Reply

Your email address will not be published.