પ્રકૃતિએ સ્ત્રીની રચના એવી કરી છે કે તેને હર મહિને માસિક ધર્મના ચક્રમાંથી પસાર થવું પડે છે. આ વાતને લઇને અવારનવાર ચર્ચાઓ થાય છે વિવાદ સર્જાય છે. માસિક ધર્મને લઇને ધાર્મિક અને સામાજીક જીવનમાં કેટલીક પ્રકારની ભ્રામક માન્યતાઓ ફેલાયેલી જોવા મળે છે. માસિક ચક્રના કારણે સ્ત્રીઓને પુરૂષો કરતા વધારે શુદ્ધ, શક્તિશાળી અને પ્રભાવશાળી બનાવે છે.
દેવી પાર્વતીએ શિવ પુરાણમાં માસિક ધર્મને લઈને કેટલાક નિયમોનું પાલન કરવા કહ્યું છે. સ્ત્રીઓ પોતાના સુહાગની આયુષ્યની રક્ષા કરવા માટે વૈવાહિક જીવનમાં વધારે આનંદ મેળવવા સુખ અને સંપન્ન બનાવવા આ નિયમોનું પાલન કરો.
માસિક ધર્મ સમાપ્ત થયા પછી શું કરવુ?
માસિક ધર્મ સમાપ્ત થયા પછી સ્ત્રીઓએ શુદ્ધતા પૂર્વક સ્નાન કરવું જોઈએ. સોળ શણગાર સજી દેવી લક્ષ્મી, પાર્વતીની પૂજા કરવી જોઈએ. સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આનાથી પતિની ઉંમર લાંબી થાય છે. વૈવાહિક જીવનનો આનંદ વધે છે.
માસિક ધર્મમાં આ વાતોનું રાખો ધ્યાન
પુરાણોમાં કહેવામાં આવ્યુ છે કે માસિક ધર્મમાં સ્ત્રીઓએ ઘરના કામકાજ ન કરવા જોઈએ. આ સમયે સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. અને આરામ કરવો જોઈએ. જો આવુ કરવુ શક્ય ન હોય તો સ્નાન કર્યા પછી જ ભોજન તૈયાર કરવો જોઈએ. આ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
દેવ-પિતૃ કાર્યોથી મુક્તિ
માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ આ સમયે દાન દક્ષિણા ન આપવી જોઈએ આવું શિવપુરાણમાં કહેવામાં આવ્યુ છે. વાસ્તવમાં આ સમયે શરીરમાં શુદ્ધિની પ્રક્રિયા ચાલતી હોય છે આથી શાસ્ત્રોમાં સ્ત્રીઓએ આ સમયે સાંસારિક કાર્યોથી દેવ પિતૃ કાર્યોથી અલગ રહેવાથી તેમને આરામ મળે છે. માનસિક અને શારિરીક આરામ મળતા મહિલાઓ તાજગી અનુભવે છે.