શિવજીને પ્રસન્ન કરવાનો અવસર એટલે મહાશિવરાત્રિ. જો કે શિવજી તો ભાવના ભૂખ્યા છે માત્ર એક કળશ જળ ચડાવશો તો પણ શિવજી પ્રસન્ન થઇ જશે. તમે શિવ મંદિરે દર્શન કરવા તો જતા જ હશો અને ખાસ પૂજા કરતી વખતે શિવલિંગની પરિક્રમા કરી હશે. તમે જાણો છો પરિક્રમા ક્યારેય પૂરી ગોળ કરવામાં આવતી નથી. શિવલિંગની પરિક્રમા હંમેશા અર્ધચંદ્રાકાર આકારમાં કરવામાં આવે છે.
એટલે કે, આ પરિક્રમા અડધી છે જે મંદિરની ડાબી બાજુથી શરૂ થાય છે, ત્યારબાદ જલધારી સુધી જાય છે અને ત્યાંથી ભક્તો પાછા જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? મહા શિવરાત્રી 2022 નો તહેવાર 1 માર્ચ 2022 ના રોજ ઉજવાશે. આ અવસર પર અમે તમને શિવલિંગની અદભુત શક્તિઓ વિશે જણાવીશું. સાથે જાણીશુ કે શા માટે શિવલિંગની અડધી પરિક્રમા થાય છે.
શિવલિંગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તે શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે. શિવલિંગમાં એટલી ઉર્જા છે કે તે શક્તિને શાંત કરવા માટે શિવલિંગ પર જલાભિષેક કરવામાં આવે છે. તે ઉર્જા શિવલિંગ પર જતા પાણીમાં સમાઈ જાય છે. શિવલિંગ પર જળ ચઢાવો તે ખૂબ જ પવિત્ર છે.
આ પાણી જલધારી મારફતે બહાર આવે છે. આ પાણીમાં રહેલી શિવલિંગની ઉર્જા સામાન્ય માણસ સહન કરી શકતો નથી. આપણે ત્યાં પવિત્ર વસ્તુઓને આળંગવાથી અપશુકન થાય છે. ભૂલથી પણ આવુ કરે તેને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જળધારીને પાર ન કરો અને તેથી જ શિવલિંગની અડધી પરિક્રમા કરવામાં આવે છે.
વૈજ્ઞાનિક અભિગમ સમજો
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પણ શિવલિંગ અપાર શક્તિનું પ્રતિક છે. શિવલિંગની નજીકમાં રેડિયોએક્ટિવ તત્વોના નિશાન પણ જોવા મળે છે.
પરમાણુ રિએક્ટર કેન્દ્રના કદ અને શિવલિંગના કદમાં પણ ઘણી સમાનતા છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ જળ લઈને શિવલિંગ પર ચઢાવે અને તે પવિત્ર જળને ઓળંગે તો પાપ લાગે છે અને જીવનમાં એક પછી એક કષ્ટ આવે છે. આથી શાસ્ત્રોમાં જળધારીને ઓળંગવાથી ઘોર પાપ થાય છે.