સેક્સ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. સ્કીનને ગ્લો કરે છે કેલરી બર્ન કરે છે પણ શું તમે એ પણ જાણો છો કે સેક્સ કરવાથી મૂડ પર કેવી અસર થાય છે? આ સવાલનો જવાબ જાણવા માટે એક સંશોધન હાથ ધરાયું હતુ આનો ઉદ્દેશ્ય એ હતો કે સેક્સ આપણી ઇમોશનલ હેલ્થ એટલેકે માનસીક સ્તર પર કેવી અસર કરે છે.
આગલા દિવસ સુધી રહે છે પોઝિટિવ અસર
જો સેક્સ લાઈફ સારી હોય તો માત્ર શરીર જ નહી માનસિક રીતે પણ તે ખુબજ સહાય કરે છે. સ્ટડીમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે જે કપલ વચ્ચે નિયમિત રીતે સારું સેક્સ થતું હોય તેમની વચ્ચે માનસિક તણાવ ઓછો રહે છે. તેમનું બોન્ડીંગ જોવા જેવું હોય છે. સેક્સ બાદ એક બીજા પર ભરોસો વધી જાય છે.
સેક્સ કર્યા પછીના 24 કલાક સુધી તાજગી, સ્ફુર્તિ અનુભવો છો. તમારૂ શરીર નવું ઉર્જાનું સ્તોત્ર બને છે. તમને નેગેટિવી અસર કરતી નથી અને પોઝિટીવ વાતાવરણ તમારી આસપાસ રહે છે. કામ કરવામાં આ સ્ફુર્તિ સહાય કરે છે.
તમે તમારા કામને સરળતાથી કરી શકો છો અને થાક કે તણાવ દૂર થઈ જાય છે. જો કોઈ માનસિક વ્યાધી સતાવતી હોય તો સેક્સ કરવાથી મનમાં સતત ચાલતા દ્વંદયુદ્ધથી બહાર આવી શકો છો. તનમન એક સાથે સ્વસ્થ થતાં તમારા દરેક કામ પર તેની અસર થાય છે.
કોઈ પ્રેમ પુર્વકના સંબંધમાં કરવામાં આવેલ સેક્સ અને ફક્ત કરવા ખાતર કરેલા સેક્સમાં જમીન આસમાનનું અંતર રહેલું છે. તેની અસર પર ખાસ કરીને મન પર વધારે થાય છે. સેક્સ કરો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે ફક્ત તમારી ઇચ્છાઓ પર જ ફોકસ ન રાખશો તમારા પાર્ટનરને ખુશી કેમ મળે છે તે જાણવાનો પ્રયાસ કરશો તો સેક્સ માત્ર એક ક્રિયા ન બની રહેતા ખુબજ રસપ્રદ ક્રીડા બની જશે.