શું નસબંધીના ઓપરેશનથી સેક્સની ઇચ્છા ઓછી થાય છે એ વાત સાચી છે ?

GUJARAT

સેક્સને લઈને આપણે ત્યાં ભ્રામક માન્યતાઓ રહેલી છે કેટલાક લોકોતો સેક્સની વાત કરવા માત્રથી ડરે છે. કેટલાક સમાજનો ભય બતાવે છે તો કેટલાક લોકો સેક્સને સૂગથી જૂએ છે. મોટા પ્રમાણમાં મહિલાઓ સેક્સના નામથી ડરે છે. કેમકે ખરા અર્થમાં સેક્સ કોને કહેવાય તે કદાચ તેમણે અનુભવ્યુ જ હોતુ નથી.

કેટલાક પુરૂષો પણ સેક્સ કરવું એ પણ એક કળા છે એ ભૂલી જાય છે અને જ્યારે પણ સેક્સ કરવા મળે છે તૂટી પડે છે આનાથી મહિલા પાર્ટનર માનસીક રીતે થાકી જાય છે. વળી મહિલાઓને બીજી જવાબદારીઓ પણ નિભાવવાની હોવાથી સેક્સ પ્રેત્યે રિતસરની અરુચી આવવા લાગે છે.

મોટા ભાગના કપલ લગ્ન પછી અને બાળકો થયા પછી અલગ અનુભૂતિ કરતા હોય છે. શરૂઆતમાં બંને પાત્રોને એક સરખો રસ હોવાથી સેક્સ કરવામાં અનુકુળતા રહેતી હોય છે. ઘીરે ધીરે અપેક્ષાઓ વધવા લાગે છે અને સમય ઓછો થતો જાય છે આથી સેક્સ માત્ર પ્રક્રિયા બની જતુ હોય છે. આ જ કારણે કપલ સેક્સનો ભરપૂર આનંદ ઉઠાવી શકતા નથી.

મહિલાઓ મોટા ભાગે સેક્સ બાદ અણજોઇતા ગર્ભના કારણે સતત ચિંતિત રહેતી હોવાથી સેક્સ કરવામાં પણ આનાકાની કરે છે અને કરેતો મન મુકીને કરી શકતી નથી. લગ્નના કેટલાક વર્ષો બાદ અને બાળક થયા પછી મોટાભાગના પુરૂષો નસબંધીનું ઓપરેશન કરાવી લેતા હોય છે આનાથી ફાયદો એ થાય છે કે તેમને કોઈ ટેન્શન રહેતુ ન હોવાથી સેક્સ કરતી વખતે સંકોચ કે ડર જતો રહે છે.

આપણે ત્યાં નસબંધીના ઓપરેશનને ખબર નહી કેમ પણ નપુસંક્તા સાથે જોડી દેવામાં આવે છે. મોટા ભાગના પુરૂષોને એવુ થાય છે કે જો આ ઓપરેશન કરાવશે તો તેમની સેક્સ કરવાની ઇચ્છા મરી પરવારશે. આવુ ખરેખર હોતુ નથી. આ ફક્ત માનસીક અનુભૂતિ હોય છે.

સેક્સને અને નસબંધીને કોઈ લેવા દેવા નથી હોતી. સેક્સ પાવર ક્યારેય નસબંધીના કારણે ઓછો થતો નથી હોતો. આથી પુરૂષોએ નસબંધી કરાવ્યા પછી તેમનો સેક્સ કરવાનો પાવર ઓછો થયો અથવા તો તેમને હવે સેક્સ કરવાની ઇચ્છા નથી થતી તે વિચારવુ સાવ ભ્રામક છે.

આગળ કહ્યુ તેમ સેક્સ એક કળા છે જો આ કળાને યોગ્ય રીતે રજૂ કરવામા આવે તો સ્ત્રી અને પુરૂષ બંને સેક્સમાં ભરપુર આનંદની અનુભૂતિ કરી શકે છે. આથી આવી કોઈ ભ્રમણામાં પડ્યાવીના સેક્સ કરતી વખતે આવુ કોઈ નેગેટિવ વિચારવુ જોઈએ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *