શું માતા બનવાની છે દીપિકા પાદુકોણ? પતિ રણવીર સાથે હોસ્પિટલની બહાર આવી નજર

BOLLYWOOD

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અવારનવાર કોઈ ને કોઈ બાબતે ચર્ચામાં રહે છે. દીપિકા બોલિવૂડની ટોચની હિરોઈનોમાંની એક છે. અભિનેત્રીનો કારકિર્દીનો ગ્રાફ અને રણવીર સિંહ સાથેના લગ્ન, તમામ બાબતો તેના પ્રશંસકોને ખૂબ પસંદ છે. કોઇ સામાન્ય યુવતીની જેમ જ દીપિકા પાદુકોણને અવાર નવાર સવાલો કરવામાં આવે છે કે હવે તે ક્યારે માતા બનશે? દીપિકા હસીને આ જવાબ ટાળી દે છે.

જો કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈની હિન્દુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યા પછી આ ચર્ચાએ જોર પકડ્યુ છે કે શું ખરેખર દીપિકા ગુડન્યૂઝ આપવાની છે? આ કપલ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યુ છે.

રણવીર અને દીપિકા હોસ્પિટલમાં શા માટે ગયા તેનું કારણ સ્પષ્ટ નથી થયુ પરંતુ તેમની તસવીરો સામે આવતા જ યુઝર્સે સતત સવાલો કરી રહ્યા છે કે ખરેખર તેમના ઘરે નાનકડા મહેમાનના આવવાની તૈયારી છે? એક યૂઝર્સે લખ્યું, ‘મને લાગે છે દીપિકા પ્રેગ્નેટ છે. એકે લખ્યું, ‘સારા સમાચાર જલ્દી આવી રહ્યા છે’.

અન્ય એક યુઝરે લખ્યું, ‘નાનો મહેમાન આવવાનો છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘દીપિકા પ્રેગ્નેટ છે અને નિયમિત રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હોય તેવુ લાગે છે. દીપિકા પહેલા પણ ઘણી વખત આવા જ પ્રશ્નોનો સામનો કરી ચૂકી છે. લગ્ન પછી માત્ર દીપિકા જ નહીં પણ સોનમ કપૂર, પ્રિયંકા ચોપરા પણ પ્રેગનન્સીની અટકળોને લઇને ચર્ચામાં રહી ચુકી છે. દીપિકા ખરેખર માતા બનશે કે એમ જ આ કપલ હોસ્પિટલ ગયુ હતુ તે તો આવનારો સમય જ નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *