શું મહિલાઓ હનુમાનજીની પૂજા કરી શકે? જાણો પૂજા વખતે કઈ વાતનું રાખશો ધ્યાન

GUJARAT

33 કરોડ દેવી-દેવતાઓમાંથી હનુમાનજી બળ, બુદ્ધિ અને આત્મવિશ્વાસ વધારનાર દેવતા છે. કળયુગમાં પણ જો સાધક સાચા મનથી તેમની આરાધના કરે તો તેને દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. ધરતી પર અવતરેલા દેવી-દેવતાઓ પોતાના કાર્ય કર્યા બાદ સ્વર્ગ પરત ફર્યા છે પરંતુ એક માત્ર હનુમાનજી છે જે અમર છે. આમ છતાં હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાથી તેમની પૂજા વખતે ખાસ તકેદારી રાખવી પડે છે.

એમાય મહિલાઓને હનુમાનજીની પૂજા અર્ચના કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલીક જગ્યાએ મહિલાઓને હનુમાનજીની પૂજા કરવા દેવામાં આવતી નથી તેમની પાછળ ધાર્મિક કરતા એ કારણ વધારે જવાબદાર છે કે આપણે ત્યાં પવિત્રતા અને સ્વચ્છતાને ખાસ મહત્વ આપવામાં આવે છે જો કે ભગવાનના દરબારમાં ક્યારેય મહિલા કે પુરૂષના ભેદભાવ હોતા નથી.

હનુમાનજી ભગવાન શંકરના અવતાર છે. તેમનો જન્મ વાયુદેવના અંશથી થયો હતો. હનુમાનજીની પૂજા સંદર્ભે માન્યતા પ્રવર્તે છે કે સ્ત્રીઓ હનુમાનજીની પૂજા ન કરી શકે, કારણ કે હનુમાનજી બ્રહ્મચારી હતા. પરંતુ આ વાત સંપૂર્ણપણે સત્ય નથી. સ્ત્રીઓ પણ હનુમાનજીની આરાધના કરી શકે છે, બસ તેના માટેના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આજે જાણી લો કઈ કઈ વાતો છે આ.

આ કાર્યો કરી શકે છે સ્ત્રીઓ
હનુમાનજીને યાદ કરીને દીવો પ્રગટાવી શકાય છે.
મહિલાઓ ગૂગળનો ધૂપ કરી શકે છે.
હનુમાન ચાલીસા, હનુમાનાષ્ટક, સુંદરકાંડનો પાઠ કરી શકાય છે.
હનુમાનજીને પ્રસાદ ધરાવી શકાય છે.

મહિલાઓએ આ કામ ન કરવા
હનુમાનજીનું અનુષ્ઠાન ન કરવું, તે લાંબો સમય ચાલે છે જે દરમિયાન સ્ત્રીઓનો રજસ્વલા થવાના દિવસો પણ આવતાં હોય છે. બજરંગ બાણનો પાઠ ન કરવો. અર્ધ્ય ન આપવું કે ન તેમને આચમન આપવું. પંચામૃત સ્નાન ન કરાવવું. વસ્ત્ર કે જનોઈ ન ચડાવવી. દંડવત પ્રણામ ન કરવા. બને ત્યાં સુધી સીધો સ્પર્શ મૂર્તિને ન કરવો.

બાકી તમે સાચા હૃદય પૂર્વક અને ભાવથી હનુમાનજીની પૂજા કરી શકો છો તેમને સ્મરી શકો છો અને ભાવથી ભજી શકો છો.

Leave a Reply

Your email address will not be published.