લગ્નજીવનને નવી જિંદગીની શરૂઆત માનવામાં આવે છે અને સામાન્ય રીતે ગુણો (horoscope matching )એટલે કે ગુણના મેળાપ (gun milan)કરાવ્યા પછી જ લગ્નની શક્યતાઓ અંગે વિચારવામાં આવે છે. અષ્ટકૂટ ગુણ મેળાપ એટલે વર્ણ, વાસ્ય, તારા, યોનિ, ગ્રહ મિત્રતા, ગણ, ભકુતા અને નાડી મેળ ખાતા હોય તેને ગુણ મેળાપ કહેવામાં આવે છે.
આના આધારે અહીં 36 ગુણ હોય છે. સામાન્ય રીતે 24 અથવા તેથી વધુ ગુણો મળતા હોય તેને શુભ માનવામાં આવે છે. જો કે મેળાપ કરાવવાથી જ લગ્નજીવન સફળ થાય કે કેમ તે હજુ પણ સતત ચર્ચાનો વિષય છે.
માંગલિક દોષ:
કુંડળીમાં આ 36 ગુણો ઉપરાંત માંગલિક દોષ પણ માનવામાં આવે છે. જો કે કુંડળીમાં માંગલિક દોષ જોવાનું સામાન્ય છે, મંગળની હાજરીના ગંભીર પરિણામો આવી શકે છે. કુંડળીમાં માંગલિક દોષને રદ કરવા માટે ઘણા બધા યોગ હોઈ શકે છે. આ માટે લગ્નેશ, સૂર્ય અને ચંદ્રને જોવામાં આવે છે. આ સિવાય વર-કન્યાના લગ્નેશને પણ જોવામાં આવે છે. પરસ્પર સુમેળ માટે ગ્રહો એકબીજા સાથે મિત્રો હોવા જોઈએ, દુશ્મન નહીં. સારા વૈવાહિક જીવન માટે સૂર્ય અને ચંદ્રનું વિગતવાર વિશ્લેષણ કરવું જોઈએ.
પ્રથમ ભાવ:
આ વ્યક્તિનો સ્વભાવ
અને વ્યક્તિત્વ વિશે જણાવે છે. પ્રથમ ભાવનો અભ્યાસ બતાવે છે કે શું છોકરો અને છોકરી એક બીજા સાથે આગળ જીવન સરખી રીતે વિતાવી શકશે.
બીજો ભાવ:
કુટુંબ અને વાણીનો ભાવ છે.
ત્રીજો ભાવ
જીવન અને કલેશ દર્શાવે છે.
ચતુર્થ ભાવ
આ સુખ અને સમૃદ્ધિનો ભાવ છે.
સાતમો ભાવ
આ વૈવાહિક સુખ, જીવન સાથી સાથે તાલમેલ દર્શાવે છે.
આઠમો ભાવ
આ ચરિત્ર અને સંપત્તિ દર્શાવે છે.
12મો ભાવ
આ ખર્ચ ઓછો કરવાનો અને બચતનો ભાવ દર્શાવે છે.