શું ચીનની આ મહિલાને કારણે બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ વચ્ચે છૂટાછેડા થયા? ખુલાસામાં મળ્યો આ જવાબ

WORLD

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે હાલમાં જાહેરાત કરી છે કે તેઓ પોતાની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે તલાક લેવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ ચર્ચિત તલાકનું સાચું કારણનો ખુલાસો થયો નથી. પરંતુ આ દરમિયાન હાલ એક મહિલાનું નામ સામે આવી રહ્યું છે. અહેવાલો અનુસાર આ મહિલા બિલ અને મેલિન્ડાના છૂટાછેડાનું કારણ છે. ઘણી ફેલાયેલી ઓનલાઈન અફવાઓ અનુસાર, બિલ અને એક ચીની મહિલા શેલી વાંગનું અફેર ચાલી રહ્યું હતું. જો કે આ અફવાહ વધતા વાંગ પોતે ખૂલીને સામે આવ્યા છે અને ચીનની લોકપ્રિય સોશ્યલ મીડિયા વેબસાઇટ પર પોતાનો પક્ષ મૂક્યો છે અને આ અફવાઓને નકારી છે.

વોંગે ચાઇનાની મેન્ડરિન ભાષામાં લખ્યું છે કે મને લાગે છે કે આ અફવાઓ આપમેળે સમાપ્ત થઈ જશે, કારણ કે આ અફવાઓ માથા-પગ વગરની છે. પણ મને ખબર નહોતી કે તે આટલા મોટા પ્રમાણમાં વધારો થઈ જશે. હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે આ મુશ્કેલ સમયમાં મારો ટેકો આપ્યો અને આ અફવાઓ દૂર કરવામાં મદદ કરી.

તમને જણાવી દઈએ કે શેલી વાંગ 36 વર્ષની છે અને તે ચીનથી અમેરિકા આવી હતી. તે હાલમાં સિએટલ શહેરમાં રહે છે અને લગ્ન કર્યા નથી. તે એક વ્યાવસાયિક અનુવાદક છે અને ગેટ્સ ફાઉન્ડેશન સિવાય તેણે યેલ સ્કૂલ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે પણ કામ કર્યું છે. વોંગે બ્રિગામ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેમને મંદારિન, અંગ્રેજી અને કેન્ટોનેસ ભાષા જાણે છે. અહેવાલો અનુસાર, તેણે ગેટ્સ ફાઉન્ડેશનમાં ફ્રીલાન્સ તરીકે કામ કર્યું છે. આ સિવાય તે કોરોના સમયગાળા પહેલા યુ.એસ. અને શંઘાઇની ફ્લાઇટ્સમાં પણ કામ કરી ચૂકી છે.

વોંગના મિત્ર લીએ પણ આ કેસમાં સંબંધિત બ્લોગ પોસ્ટ લખી છે. તેમણે લખ્યું કે વોંગ મારો જૂનો સાથી અને મિત્ર છે. તે એક સ્ત્રી છે જેમાંથી હું મહાન પ્રેરણા લેઉં છું. હું ક્યારેય માનતો નથી કે તે અન્ય લોકોના વિવાહિત જીવનને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

આ કિસ્સામાં વોંગના મિત્ર લીએ પણ કહ્યું હતું કે વોંગ ખૂબ મહત્વાકાંક્ષી છે અને તે ઘણા કામની સાથે પોતાની જાતને આગળ વધારવા માટે હંમેશાં કોશિશ કરે છે. તેમણે બે વર્ષ પહેલાં પાઇલટનું લાઇસન્સ પણ મેળવ્યું હતું અને તેણે પાઇલટની તાલીમ પણ પૂર્ણ કરી છે.

અત્રે નોંધનીય છે કે, બિલ ગેટ્સના છૂટાછેડાની જાહેરાત સાથે ટાઇમ મેગેઝિનનો એક લેખ વાયરલ થઈ રહ્યો હતો અને તેના કારણે તેમના અંગત જીવનને લગતી ઘણી માહિતી બહાર આવી હતી. આ લેખમાં એવું લખ્યું હતું કે બિલ ગેટ્સે તેની પત્ની સાથે એક વિશિષ્ટ કરાર કર્યો હતો.

આ કરાર મુજબ, બિલ ગેટ્સ દર વર્ષે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ એન વિનબ્લેડને મળવા એક ગુપ્ત બીચહાઉસ જતા હતા. અમેરિકાના એક અગ્રણી ન્યૂઝ પેપર દ્વારા તાજેતરમાં જ આ સિક્રેટ બીચહાઉસના ફોટા પ્રકાશિત કરાયા છે. અહેવાલો અનુસાર, આ બીચહાઉસ એનનું છે અને આ સ્થાન લોકોમાં ખૂબ લોકપ્રિય છે.

બિલ ગેટ્સે વર્ષમાં એકવાર પોતાની એક્સ ગર્લફ્રેન્ડ મળી શકે તે માટે પત્ની સાથે કરાર કર્યા હતા

અહેવાલ મુજબ ગેટ્સે તેઓ પોતાના ભૂતપૂર્વ સ્ત્રીમિત્ર એન વિનબાલ્ડને વર્ષમાં એકવાર મળી શકે તે માટે તેમના પત્ની મેલિન્ડા સાથે એક અસામાન્ય કરાર કર્યા હતા. બિલ ગેટ્સે મેલિન્ડા સાથે લગ્ન કર્યા તે પહેલાં જ તેઓ એન વિનબાલ્ડ સાથે 1994માં ડેટિંગ પર ગયા હતા. અને મેલિન્ડા સાથે લગ્ન કર્યા ત્યારે વર્ષના એક વીક એન્ડમાં પોતે વિનબાલ્ડને મળી શકે તે માટે બિલ ગેટ્સે મેલિન્ડા સાથે કરાર કર્યા હતા. 1997માં એક અમેરિકી સામયિકે ઉત્તર કેરોલિનાના વિનબાલ્ડના કોટેજ ખાતે બિલ ગેટ્સ અને વિનબાલ્ડે વીક એન્ડ ગાળ્યાના અહેવાલ પણ આપ્યા હતા. વિજ્ઞાનમાં બંને રુચિ ધરાવતા હોવાથી બંને નજીક આવ્યા હતા. 1997 પછી બંને વીકએન્ડમાં સાથે રહ્યા કે કેમ તે વિશે કોઈ અહેવાલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *