શારીરિક સંબંધને લઇને આજકાલ દરેક વ્યક્તિના મનમાં લાખો સવાલ થાય છે. જ્યારે આ વાતને લઇને ઘણા લોકોના મનમાં ઉત્સુકતા તો કેટલાકના મનમાં આ વાતને લઇને ડર પણ રહે છે. તો કેટલીક વખત સેક્સને લઇને કેટલાક લોકોના મનમાં સેક્સની આદત પડી જાય છે.
સેક્સની આદતના કારણે કેટલાક લોકોને ચાલતુ નથી અને સેક્સ કરવાની તીવ્ર ઇચ્છા થયા કરે છે. એવામાં વ્યક્તિના વિચાર સેક્સ ગતિવિધિઓ સુધી સીમિત થઇ જાય છે. જેનાથી તેના અન્ય કાર્ય પર અસર થવા લાગે છે. સેક્સની તીવ્ર ઇચ્છાઓ પર નિયંત્રિત ન થવા પર વ્યક્તિને સામાજીક કાર્યોમાં પણ સમસ્યા આવવા લાગે છે.
સેક્સની આદતના લક્ષણ
મનોચિકિસ્તીય તરીકે સેક્સની આદત, સ્મોકિંગ તેમજ દારૂની આદત જેવી હોય છે. જેમા મગજનો એક વિશેષ ભાગ કામ કરે છે. સેક્સની આદત વાળા લોકો કેટલીક અન્ય પ્રકારની સેક્સુઅલ ગતિવિધિઓની પણ આદત હોય છે. આ સ્થિતિ અંગે જાણવું મુશ્કેલ છે. તેમા વ્યક્તિનું યૌન સંતુષ્ટિને મેળવવાની જગ્યા પર ગતિવિધિ પર જ કેન્દ્રિત થઇ જાય છે.
– હસ્તમૈથુનની આદત પડવી.
– વધારે લોકો સાથે પ્રેમસંબંધ રાખવો
– એકથી વધુ લોકો સાથે સેક્સ કરવું
– અશ્લીલ પુસ્તકો કે લખાણ વાચવું
– અસુરક્ષિત યૌન સંબંધ બનાવવા
– યૌન કર્મીઓની પાસે જવું
-એક્સિબીસનિજ્મ, (Exhibitionism)તે એક માનસિક વિકાર છે. જેમા વ્યક્તિને તેમના પ્રાઇવેટ પાર્ટ અન્યને બતાવવાની આદત હોય છે.
– વોયરિજ્મ (Voyeurism), જેમા વ્યક્તિને સંભોગનો આનંદ મેળવવા માટે અન્ય લોકોને સેક્સ કરતા જોવા ગમે છે.