શું આ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રીને કરી રહ્યો છે ડેટ?

BOLLYWOOD

બોલિવૂડ ફેન્સ સેલેબ્સ સિવાય તેમના બાળકો સાથે સંકળાયેલ ખબરો પર પણ ધ્યાન આપે છે. સ્ટારકીડ્સની ફેન ફોલોવિંગ પણ કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી હોતી. અને વાત જ્યારે તેમના અંતગ જીવનની હોય તો ખબરો આગ માફક ફેલાઇ જાય છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાના સંબંધને લઇ ઘણા પ્રકારની ખબરો આવે છે પરંતુ તાજા અપડેટ થોડું શોકિંગ છે.

નવ્યા-સિદ્ધાંતનો સંબંધ ચર્ચામાં

ખબરોનું માનીએ તો અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે સીરિયસ રિલેશનશિપમાં છે. બંને યંક સેલિબ્રિટી લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહ્યાં છે અને હાલમાં બંનેએ પોતાના સંબંધોને ખુલ્લેઆમ જાહેર ન કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, આ પહેલા નવ્યા જાવેદ જાફરીના પુત્ર મીઝાનને ડેટ કરી રહી છે તેવી ખબરો પણ સામે આવી હતી.

મીઝાન સંગ રિલેશનશિપમાં હતી નવ્યા?

સેલિબ્રિટીઓ ભાગ્યે જ તેમના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે. સામાન્ય રીતે તેમના અંગત જીવન વિશેના સમાચાર ફક્ત બોલિવૂડ કોરિડોરમાં ચાલતી અફવાઓ અને ગપસપ દ્વારા જ બહાર આવે છે. જોકે જ્યારે નવ્યાના મિઝાન જાફરી સાથેના સંબંધોના સમાચાર સામાન્ય થવા લાગ્યા ત્યારે બંને આ સંબંધથી દૂર ભાગતા જોવા મળ્યા હતા. પરંતુ આ કિસ્સામાં પણ આવું જ થશે કે કેમ તે જોવું રહ્યું. જણાવી દઇએ કે, હાલમાં જ બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ બંટી ઓર બંબલી રિલીઝ થઇ છે. સિદ્ધાંત બોલિવૂડમાં એક ઉભરતો સિતારો છે.

Leave a Reply

Your email address will not be published.