ઘરમાં રહેલા વૃક્ષો-છોડને વાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આનાથી ફક્ત ઘરમાં ખુશીઓ જ નથી આવતી ઘરમાં રહેલા તમામ સભ્યોની તંદુરસ્તી સારી થાય છે. શિવપુરાણ અનુસાર બિલ્વવૃક્ષ મહાદેવનું સ્વરૂપ છે. દેવતાઓએ પણ શિવસ્વરૂપા વૃક્ષની સ્તુતિ કરી છે. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજામાં બિલ્વપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બિલ્વવૃક્ષને ઘરમાં લગાવવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં રહેલા વાસ્તુદોષ દૂર થાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર અષ્ટમી, અમાવસ્યા, પૂર્ણિમા તિથિ અને સોમવારે બિલ્વપત્ર તોડવા જોઇએ નહી. બિલ્વપત્રને શુદ્ધ ગંગાજળથી શુદ્ધ કરવા જોઇએ. શિવજીને તુટેલુ બિલ્વપત્ર ચડાવી ન શકાય શાસ્ત્રોમાં તેને વર્જ્ય ગણ્યુ છે. બિલ્વના મૂળમાં તમામ તીર્થ સ્થાનો સમાયેલા છે. દેવી લક્ષ્મી બિલ્વૃક્ષવાળા ઘરમાં નિવાસ કરે છે. શિવ પુરાણ અનુસાર તમામ પવિત્ર તીર્થ સ્થાનોનો તેમા વાસ છે.
લિંગ સ્વરૂપની પૂજા માટે અવિનાશી મહાદેવની પૂજા માટે બિલ્વ પત્ર જરૂરી છે તેના વગર પૂજા અધુરી છે. જે મનુષ્ય ગંધ, ફૂલો વગેરે સાથે બિલ્વના મૂળની પૂજા કરે છે તે શિવલોકને પામે છે અને આ સંસારમાં પણ તમામ પ્રકારની ખુશી મેળવે છે. બિલ્વ વૃક્ષ નીચે આદરપૂર્વક દીવો પ્રગટાવો ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ બિલ્વના પાંદડા તોડી શિવજીની પૂજા કરે છે તમામ પાપોથી મુક્ત થાય છે.
કોટિગણુ પુણ્ય પ્રાપ્ત કરે છે. ખીરનો પ્રસાદ ધરાવી બાળકોને આપે છે ગરીબી તેના ઘરે ક્યારેય આવતી નથી. વાસ્તુદોષ નિવારવા પ્રાંગણમાં બિલ્વવૃક્ષ રોપવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઉત્તર-પશ્ચિમમાં રહેલ બિલ્વવૃક્ષ તમામ મનોકામના પૂર્ણ કરે છે ભાગ્યોદય કરે છે. સુખ સંપત્તિ પ્રદાન કરે છે.