શ્રાવણમાં કરીલો આ મહાઉપાય સમૃદ્ધિનો થશે વરસાદ, ભોલેનાથ તમામ મનોકામના કરશે પૂર્ણ

DHARMIK

ભોલેનાથને પ્રિય એવો પવિત્ર અને પાવન શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં મહાદેવની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ શકે છે. આ ઉપરાંત ભગવાન શિવના આશીર્વાદને કારણે આ મહિનામાં નાણાંકીય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. આજે આપણે શ્રાવણ મહિનામાં કયા ઉપાયોથી સફળતા, પ્રસિદ્ધિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય તે અંગે જાણીશુ.

આ શિવમંત્રનો જાપ જીવનની સમસ્યાઓને દૂર કરી મનને પાવન કરે છે. આ મંત્ર અત્યંત નાનો અને સરળ છે, સોમવારે જો તેનો જાપ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જો કે તમે નિયમિત રીતે પણ આ મંત્રનો જાપ કરી શકો છો. જો કે સોમવારે આ મંત્રનો જાપ કરો ત્યારે શિવજીને સફેદ ફૂલ અર્પણ કરવા, દૂધથી બનેલી મીઠાઈ ધરાવવી અને ધૂપ-દીપ કરી આ મંત્રનો જાપ કરવો. મંત્રજાપ પછી આરતી કરી સંકટમુક્તિ માટે પ્રાર્થના કરવી.

મંત્ર
નમો રૂદ્રાય મહતે સર્વેશાય હિતૈષિણે।
નંદીસંસ્થાય દેવાય વિદ્યાભકરાય ચ ।।
પાપન્તકાય ભર્ગાય નમોનન્તયા વેધસે।
નમો માયાહરેશાય નમસ્તે લોકશંકર ।।

શ્રાવણના ઉપાય
શ્રાવણ મહિના દરમિયાન દરરોજ ગાય કે બળદને લીલો ચારો ખવડાવો. ગરીબને ભોજન આપો. ઘરમાં ક્યારેય પણ અન્ન ખુટશે નહી. શ્રાવણ માસમાં ઘરે તુલસીની સ્થાપના કરવી. આ મહિનામાં ઘરે વિવિધ છોડ લગાવો. આવુ કરવાથી ઘરમાં આનંદ આવે છે.

શ્રાવણ મહિનામાં ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર લગાવો. તેનાથી ઘરમાંથી કંકાશ દૂર થાય છે.

શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરો. આવું કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે ઘરમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ મૂકો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. ઘરના ચાંદી અથવા તાંબાની બનેલી નંદી તિજોરીમાં મૂકો. ઘરના મુખ્ય દરવાજા પર ચાંદી અથવા ત્રાંબાનો સાપ મુકો જેનાથી કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *