શિયાળામાં દૂધમાં કેસર નાખીને પીવાથી થશે અનેક ફાયદા

helth tips

કેસરમાં વિટામીન એ, ફોલિક એસિડ, તાંબુ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, જીંક, મેગ્નેશિયમ અને અન્ય કેટલાંક તત્ત્તવો હોય છે. તે સિવાય
લાઈકોપિન, બીટા કેરોટિનનાં ગુણ પણ રહેલા હોય છે જે શરીરીને ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે. કેસર સ્વાસ્થ્યને સારું રાખે છે સાથે સુંદરતા પણ
વધારે છે. કેસરનો ઉપયોગ ખાવામાં રંગ અને સુંગધને વધારવા માટે કરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન શિયાળામાં
કરવામાં આવે છે. આજે અમે તમને કેસરના કેટલાંક ફાયદાઓ વિશે જણાવીશું જે તમને પણ ખબર નહી હોય.

1. તાવને દૂર કરે છે :

કેસર તાવ, શરદીને દૂર કરવામાં મદદ કરે છે. એક ગ્લાસ દૂધમાં ચપટી કેસર અને મધ નાખીને પીવું. તે સિવાય તમે કેસરમાં પાણી નાખીને તેની પેસ્ટ
બનાવી શકો છો. આ પેસ્ટને ગરદન, છાતી પર લગાવવાથી શિયાળાનાં થતી બીમારીથી રાહત મળે છે.

2. માથાના દુઃખાવામાં રાહત :

કેસરની સાથે ચંદન મિક્સ કરીને માથા પર લગાવવાથી આંખને ઠંડક આપે છે. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી માથામા દુઃખાવામાં રાહત મળે છે.

3. ચહેરાની સુંદરતા વધારશે :

કેસરમાં ચંદન અને દૂધ મિક્સ કરીને ફેસ પેક બનાવો. પેકને 20 મિનિટ સુધી લગાવી રાખો તેના પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. સપ્તાહમાં 1-2
વખત આ પેસ્ટને લગાવવાથી ચહેરાનો રંગ નિખરશે.

4. ઉંમર વધતા અટકાવે છે :

તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે જે વ્યક્તિની ઉંમર વધતા રોકે છે. કાચા પપૈયામાં ચપટી કેસર મિક્સ કરીને લગાવવાથી ચહેરો નિખરશે અને તે ત્વચાને
મુલાયમ બનાવશે.

5. ડિપ્રેશનમાંથી છૂટકારો :

જે વ્યક્તિઓને ડિપ્રરેશનની બીમારી હોય તે લોકો માટે કેસર બહુ ફાયદાકારક છે. કેસરમાં એવા સેરોટિન અને કેમિકલ હોય છે જે ક્યારે તમને ઉદાસ નહી
થવા દે. દરરોજ કેસરવાળું દૂધ પીવાથી રંગ તો નિખરે છે સાથે ડિપ્રેશનની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો.

6. આંખની રોશની વધારે છે :

આજકાલ આંખની સમસ્યા નાના છોકરાથી લઈને વૃધ્ધ લોકોમાં જોવા મળે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દરરોજ કેસરનું સેવન કરવું જોઈએ.

7. પિરિઅડમાં થતા દુઃખાવાખી રાહત આપે છે :

કેટલીક મહિલાઓને પિરિઅડમાં હોય ત્યારે પેટમાં દુઃખાવો, કમજોરી, સોજા જેવી સમસ્યા સતાવતી હોય છે. દરરોજ કેસરવાળું દૂધ અથવા ચા પીવાથી
આ સમસ્યાને દૂર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.