શિયાળમાં ત્વચાને ચમકાવવા માટે આજમાવો આ ઘરેલુ ઉપાય, સેકન્ડઓમાં જ થશે અસરકારક…

social

સ્ત્રીઓ માટે તેમની ત્વચાનું સૌંદર્ય ખૂબ મહત્ત્વનું હોય છે. એટલે જ ચહેરા ઉપર એક નાનો એવો ખીલ થાય તો તેઓ ટેન્શનમાં આવી જતી હોય છે. વળી શિયાળાની સિઝન તો ત્વચાની કાળજી લેવાની શ્રેષ્ઠ સિઝન માનવામાં આવે છે. તમે આ સિઝનમાં તમારી ત્વચાને ચમકીલી બનાવી શકો છો. તે માટે શું કરવું તે જાણી લઇએ.

કોફી ફેસપેક.

આ ફેસપેક બનાવવા માટે 1 ટીસ્પૂન કોફી પાઉડર અને 2 ટીસ્પુન નારિયેળ તેલની જરૂર પડશે. એક વાટકીમાં 1 ટીસ્પૂન કોફી પાઉડર અને 2 ટીસ્પૂન નારિયેળ તેલ મિક્સ કરો. પછી તેને ચહેરા પર લગાવો. કોફી પાઉડર સરસ એક્સફેલિએટર છે, જે સ્કિનને ગહેરાઈથી સાફ કરી બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે. તે પિંપલ્સ અને ડાર્ક સ્પોટ્સ ઓછા કરવામાં મદદ કરે છે. નારિયેળનું તેલ લગાવવાથી સ્કિનમાં ઓજ બની રહે છે. પેક સુકાય પછી થોડું પાણી લઈ સર્ક્યુલર મોશનમાં 5 મિનિટ મસાજ કરી તેને ચહેરા પરથી કાઢી લેવો.

બનાના ફેસપેક.

આ ફેસપેક બનાવવા છૂંદેલાં કેળાંમાં 1 ચમચી મધ મિક્સ કરો. ત્વચા શુષ્ક હોય તો તેમાં થોડી મલાઈ મિક્સ કરો. હવે બ્રશની મદદથી ચહેરા પર લગાવો. આ પેક લગાવવાથી તમને ફ્રક તરત જ દેખાશે. પેક સુકાઈ ગયા પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો. કેળાંમાં આયર્ન ખૂબ છે. તે નેચરલ મોઇશ્ચરાઈઝર પણ છે. જ્યારે તમે મધ અને કેળાં તમારી ત્વચાને કુમાશ આપે છે. પોષણ આપે છે. એટલે જ શિયાળામાં આ ફેસપેક બેસ્ટ છે.

ટર્મરિક ફેસપેક.

1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી દૂધ ક્રીમ અને થોડું દૂધ સારી રીતે મિક્સ કરો. થિક પેસ્ટ બને પછી તેને ચહેરા પર લગાવો. માત્ર 10 મિનિટ બાદ હળવા હાથે મસાજ કરી આ ફેસપેકને ચહેરા પરથી કાઢી લેવો. ચહેરો ધોઈ નાખવો. દૂધ ક્રીમ અને હળદરનો ફેસપેક શિયાળામાં ખૂબ જ લાભદાયી છે. ત્વચા ડ્રાય અને સંવેદનશીલ હોય તેમના માટે ખાસ ઉપયોગી છે. આવી ત્વચાથી ઓજસ્વિતા જલદી જતી રહે છે. જેથી દૂધ ક્રીમ તમારી ત્વચાને અંદર સુધી પોષણ આપે છે. તો હળદર ડ્રાઈનેસને કારણે થતી સમસ્યામાંથી મુક્તિ આપે છે અને આ સમસ્યાને સર્જાતા રોકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *