શ્રાવણમાં શિવ કથાનું અનોખુ મહત્વ શિવપુરાણનું કરો રસપાન

DHARMIK

ભોલેનાથને ખુબજ પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભોલેનાથના ભક્તો ભગવાનની સેવા પૂજા કરી રહ્યો છે અને ભક્તિમાં લીન થઈ ગયા છે. તો આજે આપણે મહાદેવની કથાનું મહત્વ સમજીએ શિવપુરાણમાં તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે.

શા માટે મહાદેવની કથા
દેવાધિદેવ મહાદેવ સર્વ દેવોમાં ઝડપથી પ્રસન્ન થાય છે. વ્યક્તિમાં ગમે તેટલી ખરાબી કેમ ન હોય તેને આશીર્વાદ આપી સુધરીને આગળ વધવાની તક આપે છે. મહાદેવ વિશે કહેવાય છે કે તે પોતાના ભક્તો માટે હમેંશા તત્પર રહે છે. તેથી શિવ ને પ્રસન્ન કરવા માટે આપણે આપણી રીતે પુજન- અર્ચન કરીએ છીએ. તે ખોટું નથી. આમછતાં અહિં શિવપુરાણમાં શિવ પૂજાને લઈને કેટલાંક નિયમો વર્ણવાયા છે. જો તમે શિવજીની પૂજા આ નિયમો અનુસાર કરશો તો શિવજીની કૃપા ઝડપથી તમારા પર ઉતરશે.

ભક્તને સાત્વિક ભોજન કરવું જોઈએ. તામસિક અને ગરિષ્ઠ ભોજન એટલે કે મોડેથી પચે તેવું ભોજન ખાઈને શિવપુરાણ ન સાંભળવું જોઈએ.

શિવ પુરાણની કથા સાંભળવા અને સંભળાવવામાં શિવ ભક્તોને સૌથી પહેલા કથા વાચક એટલે કે કથા સાંભળનારે કોઈ વ્રત લઈ લેવું જોઈએ.

કથા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જમીન પર સુવું જોઈએ અને કથા સંપન્ન થયા પછી ભોજન ગ્રહણ કરવું જોઈએ.
કથા કરાવનારા વ્યક્તિને દિવસમાં એક બાર જવ, તલ અને ચોખાથી બનેલા ખાદ્ય પદાર્થ ખાવા જોઈએ. તામસિક ભોજન અને લસણ, ડુંગળી, હિંગ તેમજ નશીલી ચીજોનું સેવન ન કરવું જોઈએ.

શિવ પૂજન કે પુરાણ દરમિયાન ઘરમાં પ્રફુલ્લિત માહોલ રાખવો જોઈએ. શિવપુરાણની કથા દરમિયાન ઘરમાં કલહ અને ક્રોધનું વાતાવરણ ન બને તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

બીજાની નિંદા ન કરવી જોઈએ. કોઈ વસ્તુનો અભાવ હોય તો પણ તે મન પર ન ધરી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી યથાશક્તિ પુજન કરવું જોઈએ. શિવપુરાણની કથા સાંભળવી જોઈએ.

જે દિવસે કથા કે પૂજનનું સમાપન હોય તે દિવસે ઉથાપન કરો. તે દિવસે 11 બ્રાહ્મણોને ભોજન કરાવો. દાન અને દક્ષિણા આપો. ગરીબોને દાન આપો અને શિવજીને સફળતા માટે પ્રાર્થના કરો.

શિવપુરાણની કથા કરાવવાથી કે સાંભળવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરિવાર સહિત સર્વનું કલ્યાણ થાય છે.

Leave a Reply

Your email address will not be published.