શિક્ષકની કરતૂત, પત્નીને તરછોડી અન્ય યુવતી સાથે કર્યા ગાંધર્વ વિવાહ

nation

41 વર્ષના લગ્ન જીવન બાદ દહેગામ પંથકના એક શિક્ષકે પત્નીને તરછોડી અન્ય યુવતી સાથે ગાંધર્વ વિવાહ કરતા મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે મહિલાએ પોતાના પતિ, નણંદ અને નણદોઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દહેગામ પૈલાયા ખાતે રહેતી મહિલાએ આ મામલે પોતાના પતિ દેવેન્દ્ર જયંતી રાવલ, નણંદ ગીતાબેન નરેન્દ્રભાઇ રાવલ તથા નણદોઇ નરેન્દ્ર લક્ષ્મણદાસ રાવલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મહિલાના લગ્ન 41 વર્ષ પુર્વે દેવેન્દ્ર જયંતી રાવલ (રહે. પાલૈયા રોડ, દહેગામ) સાથે થયા હતા. લગ્ન જીવન બાદ પતિએ શારીરીક માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છેકે, તેના પતિ પ્રથમથી જ ઐયાશીભર્યુ જીવન જીવવા માટે ટેવાયેલા છે. પરસ્ત્રી સાથે આડા સબંધ રાખતા હતા. પ્રથમથી જ તેને પ્રેમથી વંચિત રાખવામાં આવી હતી. મારઝુડ કરી ત્રાસ આપવામાં આવતો હતો. લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો પણ થયા હતા. જોકે, બાળકોનું ભવિષ્ય બગડે નહીતેમ વિચારી અત્યાર સુધી મહિલા પતિનો ત્રાસ સહન કરતી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી પતિનો ત્રાસ વધી ગયો હતો.

પતિ દેવેન્દ્ર રાવલ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 12 ડિસેમ્બર 2020ના રોજ નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓએ ઠાસરાની એક યુવતી સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા હતા. મહિલાએ આ વિવાહના ફોટોગ્રાફ તથા વિવાહ અંગેનો કરાર પોલીસ સમક્ષ રજુ કર્યો છે. અન્ય યુવતી સાથે લગ્ન બાદ પતિએ પત્નીને મારઝુડ કરી ત્યજી દીધી હતી. આ ઘટના બાદ મહિલા પોતાના દિકરા સાથે રહે છે.

ત્રણેય સંતાનોના લગ્ન પણ થઇ ગયા છે. તેમ છતા પતિ પોતાના પુત્ર અને તેને તેમની વચ્ચે આવસો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિના બીજા લગ્ન માટે મહિલાએ પોતાની નણંદ અને નણદોઇને પણ જવાબદાર ગણાવી હતી.

પતિએ તેમની વડિલોપાર્જીત મિલકતનો હિસ્સો દિકરાઓને આપવાના બદલે નણંદને આપી દીધો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટના મામલે મહિલા પોલીસે ઉપરોક્ત ફરિયાદના આઘારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *