શિક્ષકની ગંદી કરતૂતનો ભાંડાફોડ, નાના બાળકો સાથે સ્કૂલમાં બનાવતી શારીરિક સંબંધ

WORLD

ઓસ્ટ્રેલિયામાં ગુરૂ અને શિક્ષકના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે એક માસૂમની જીંદગી બરબાદ થઈ ગઈ. હકીકતમાં એક મહિલા શિક્ષકે સ્કૂલના 14 વર્ષના માસૂમ સાથે જબરજસ્તી સેક્સ કર્યાનો ભાંડાફોડ થયો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શિક્ષક આ પ્રકારની ગંદી હરકત છેલ્લાં કેટલાંય સમયથી કરતી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આ મહિલાએ અગાઉ પણ કેટલાય છોકરાઓનું આવી રીતે યૌન શોષણ કર્યુ છે.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરની ઘટના છે. અહીં એક 24 વર્ષની મહિલા શિક્ષકે 14 વર્ષના સગીર માસૂમ સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે, સ્કૂલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે લંચ બ્રેક મળે તે પહેલા આરોપી મોનિકાએ આ બાળકને પોતાની નગ્ન તસ્વીરો પણ મોકલી હતી. મહિલા શિક્ષક આ બાળકો પાસે તેમની નગ્ન તસ્વીરો માંગતી હતી.

આપને જણાવી દઈએ કે, આરોપી શિક્ષક મોનિકા એલિઝાબેથ અન્ય 10 કેસમાં પણ સંડોવાયેલી છે. તેના પર 13-14 વર્ષની વયના બાળકો સાથે બળજબરી પૂર્વક સંબંધ બનાવવાનો આરોપ છે. ગઇ 1 જૂલાઈએ પોલીસે તેની ધરપકડ કરી હતી.

આરોપી મોનિકાને કોર્ટ સજા આપે તે પહેલા કોર્ટે બાળકનું નિવેદન વાંચવાનું યોગ્ય સમજ્યું. જેમાં બાળકે લખ્યુ હતુ કે, કેવી રીતે આ મહિલાએ તેની જીંદગી બરબાદ કરી નાંખી. તેને શાળા છોડવા મજબૂર બનવુ પડ્યું કારણ કે અન્ય વિદ્યાર્થીઓ પણ તેને ચિડવતા હતાં. કોર્ટે મોનિકાને આરોપી સાબિત કરતા 4 વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી છે. જેમાં બે વર્ષ ચાર મહિના સુધી તેને જામીન પણ નહીં મળે.

Leave a Reply

Your email address will not be published.