શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષે લીધા અંતિમ શ્વાસ

nation

શેરબજારના કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને 2-3 અઠવાડિયા પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલે દિગ્ગજ ઉદ્યોગપતિ ઝુનઝુનવાલાના મૃત્યુની પુષ્ટિ કરી છે. આજે સવારે 6.45 કલાકે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરબજારમાંથી કમાણી કર્યા બાદ બિગ બુલે એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. તેણે નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને 7 ઓગસ્ટથી કંપનીએ કામગીરી શરૂ કરી છે. શેરબજારમાં રોકાણ કરનાર ઝુનઝુનવાલાની પાસે આજે હજારો કરોડની સંપત્તિ છે. મજાની વાત એ છે કે આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિની યાત્રા માત્ર 5 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી.

અકાસા એરે (Akasa Air) ફરી કામગીરી શરૂ કરી

અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અકાસા એરની પ્રથમ ફ્લાઇટના ઉદ્ઘાટન સમારોહમાં જોવા મળ્યા હતા. તેમણે અકાસાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટને ફ્લેગ ઓફ કરી હતી. તેમની સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહ પણ હાજર હતા. Akasa Airએ 13મી ઓગસ્ટથી ઘણા વધુ રૂટ પર તેની સેવા શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *