શરીરને ફીટ અને હેલ્ધી રાખવા પીઓ આ એક પાણી, અનેક બીમારીઓથી મળશે છૂટકારો

helth tips

સામાન્ય રીતે વરિયાળી મસાલા અને માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેવાય છે. વરિયાળી ભોજનમાં સ્વાદને વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત વરિયાળીને આયુર્વેદમાં ષધિ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં તત્ત્વો રહેલાં છે, જે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં ઘણાં એવાં પોષકતત્ત્વો રહેલાં છે જે સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાકારક છે. પણ શું તમે જાણો છો કે વરિયાળીના પાણીનું સેવન કરવાથી પણ શરીરને અનેક લાભ થાય છે. વરિયાળીના પાણીના સેવનથી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. આ ઉપરાંત ગરમીમાં પણ વરિયાળીનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. વરિયાળીને ઠંડી માનવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા પણ સારી રહે છે.

આંખ માટે લાભકારી

રોજ વરિયાળીના પાણીના સેવનથી આંખને હેલ્ધી રાખી શકાય છે. વરિયાળી આંખનું તેજ વધારવાની સાથે સાથે આંખની બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે.

વજન નિયંત્રણમાં રાખે છે

વજન ઓછું કરવા માટે રોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી અથવા વરિયાળીની ચા પીવાથી ફાયદો થાય છે. વરિયાળીનું પાણી શરીરમાં ફેટને જમા થવા દેતું નથી. વરિયાળીમાં ફાઈબરના ગુણો રહેલા છે, જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

પાચનક્રિયા સુધારે છે

જો તમને પાચનને લગતી સમસ્યા રહેતી હોય તો રોજ સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું. વરિયાળીનાં બીજ પાચનક્રિયા સુધારે છે અને અને તેને નિયમિત કરવામાં મદદ કરે છે. એસિટીડી અને અન્ય પેટજન્ય સમસ્યાઓમાં પણ વરિયાળી ખૂબ જ અસરકારક ષધ તરીકે કામ કરે છે.

માસિકને નિયમિત બનાવે છે

વરિયાળીમાં વિટામિન, આયર્ન અને પોટેશિયમના ગુણો રહેલા છે, જે અનિયમિત પીરિયડ્સને નિયમિત બનાવવામાં મદદ કરે છે. વરિયાળીના પાણીના સેવનથી માસિક વખતે થતો દુખાવો ઓછો થાય છે.

સરળતાથી વધે છે મેટાબોલિક રેટ

વજન વધવાનું સૌથી મોટું કારણ મેટાબોલિક રેટ ઓછો હોવાનું છે. જ્યારે તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરતા હોવ તો મેટાબોલિક રેટ વધારવો પડે છે. વરિયાળીના સેવનથી મેટાબોલિક રેટ સરળતાથી વધે છે અને વજન ઘટે છે.

ચરબી ઓછી કરે છે

વરિયાળી શરીરમાં ચરબીને જમા થવા દેતી નથી. ચરબી ઓછી થવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત વરિયાળીની ચા પીવાથી શરીરમાંથી કચરો બહાર નીકળે છે. વરિયાળીનાં બીજ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ મજબૂત બને છે. સારું મેટાબોલિઝમ વજન ઓછું કરવામાં મદદ કરે છે. વરિયાળીનાં બીજ મેટાબોલિઝમને કિક-સ્ટાર્ટમાં ઘણાં લાભકારી રહે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણી બનાવવા માટે બેથી ત્રણ ચમચી વરિયાળી લો. તેને આખી રાત પાણીમાં પલાળેલી રાખો. સવારે પાણીને ગાળીને પાણીનું સેવન કરો. જો તમને તેનો સ્વાદ સારો ન લાગે તો તેમાં તમે મધ અથવા ખાંડનો ઉમેરો કરી શકો છો. અને જો તમને પાણીની જગ્યાએ વરિયાળીની ચા પીવાની ઇચ્છા હોય તો એક ગ્લાસ પાણીમાં બેથી ત્રણ ચમચી વરિયાળીને ઉકાળો અને ત્યારબાદ તેને ગાળી લો તેને તમે ચા તરીકે પણ પી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *