જો તમે શેર બજારમાં પૈસા લગાવો છો અને તમારી પાસે ડિમેટ એકાઉન્ટ છે અથવા તો ટ્રેડિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે જો તમે તમારું KYC 31 જુલાઇ સુધીમાં અપડેટ કરાવશો નહીં તો તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ થઇ જશે.
31 જુલાઇ સુધીમાં KYC અપડેટ કરો
ડિપોઝિટરીઝ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSD) અને સેન્ટ્રલ ડિપોઝિટરીઝ સર્વિસીસ લિમિટેડ (CDSL)ની તરફથી 7 એપ્રિલ 2021 અને 5 એપ્રિલ 2021ના રોજ રજૂ કરાયેલા સર્કુલરમાં કહ્યું હતું કે એકાઉન્ટ હોલ્ડર્સ માટે 6 KYC માહિતી આપવાની છે. આ માહિતી છે – નામ, સરનામું, PAN, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી અને ઇનકમ રેન્જ
6 KYC માહિતી અપડેટ કરવાની છે
1 જૂન 2021 બાદ ખોલવામાં આવેલા નવા એકાઉન્ટસ માટે તમામ 6 માહિતી જરૂરી કરી દીધી છે. જ્યારે હાલ એકાઉન્ટસ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિપોઝીટર્સને કહ્યું છે કે તેઓ 6 KYCને અપડેટ કરે અને જ્યાં જરૂરી હોય ત્યાં ક્લાઇન્ટસને સૂચિત કરે કે તેઓ તેને અપડેટ કરે.
PANને વેરિફાઇ કરો
સર્કુલરમાં કહ્યું છે કે સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રાન્ઝેકશન માટે ક્લાયન્ટસની તરફથી PAN જમા કરાવાની અનિવાર્યતા સ્વીકૃત છૂટની સાથે ચાલુ રહેશે, રોકાણકારોને કહ્યું છે કે તેઓ PAN કાર્ડને ઇનકમ ટેક્સની વેબસાઇટ પર જઇ વેરિફાઇ કરી લે. જો PAN કાર્ડ આધાર સાથે લિંક નથી તો PAN કાર્ડને વેલિડ મનાશે નહીં.
આ માહિતી પણ અપડેટ કરો
તમામ ખાતેદારોને અલગથી મોબાઇલ નંબર અને ઇ-મેલ એડ્રેસ આપવું પડશે. જો કે લેખિત ડિકલેરેશન આપ્યા બાદ ખાતેદાર પોતાના પરિવારને મોબાઇલ નંબર અને ઇ-મેલ એડ્રેસ અપડેટ કરી શકે છે. પરિવારથી આશય ખુદ, જીવનસાથી, નિર્ભર માતા-પિતા અને બાળકોથી છે.