હનુમાનજી એક એવા દેવતા જેમના શરણમાં જવાથી એક સાથે તમામ સમસ્યાઓથી મુક્તિ મળશે. જો શનિવારના દિવસે વિપત્તિઓથી છુટકારો મેળવવો તો આ ચમત્કારીક ઉપાયો કરી જુઓ આને શ્રદ્ધાપૂર્વક કરશો તો ધાર્યુ પરિણામ મળશે. જ્યારે પણ આ ઉપાય કરો પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે કરો ખાસ એ વાતનું ધ્યાન રાખો કે મનમાં કોઈ શંકા કે શંસય ન રાખો. ઈશ્વરની અપાર કૃપા જરૂરથી ઉતરશે કેમકે શ્રદ્ધા વિના કરવામાં આવતુ કોઈ કાર્ય સફળ થતુ નથી.
શનિવારે કરો આ ખાસ ઉપાય
શનિવારે કાળા ઘોડાની નાળ કે જુની નાવની ખીલીઓથી બનાવેલી એક લોખંડની અંગૂઠી લઈને હનુમાનજીના મંદિરમાં જઈને તેને હનુમાનજીના ચરણોમાં રાખી 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા પછી જમણા હાથથી અંગૂઠી ઉપાડીને તેમાં થોડું સિંદુર જે હનુમાનજીના પગે લગાવેલુ હોય તે લઈને અંગૂઠી પર લગાવો અને જમણા હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરો. આ ઉપાયથી તમામ તકલીફો દૂર થઈ જશે.
શનિવારના દિવસે સવારે થોડા કાળા તલમાં લોટ, ખાંડ ભેળવી સરખી રીતે મિક્સ કરી આને કીડીઓને ખવડાવો. ધનની વૃદ્ધિ થશે. એક ત્રોફો લો તેનુ પાણી કાઢી લઈ તેમાં મોટો હોલ કરી અંદર લોટ અને ખાંડ ભરો આ ત્રોફાને કોઈ ઝાડની નીચે મુકી દો આવુ કરવાથી કીડિયારૂ પુરવાનું પુન્ય મળશે.
શનિવારે સવારે ગંગાજળ ભેલવેલા જળથી સ્નાન કર્યા પછી એક કટોરીમાં સરસોનું તેલ અને તેમાં તમારો ચહેરો જોઈને તેલનું દાન કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને કરવાથી ફાયદો થશે. આનાથી તમારા જીવનમાં જે કામમાં બાધાઓ આવે છે તે દૂર થશે અને સફળતા તમારા કદમોમાં આળોટશે.
શનિવારના દિવસે ઘરે બનાવેલી તાજી રોટલીમાં સરસોનું તેલ લગાવી કાળા કુતરાને આ રોટલી ખવડાવવાથી સાંજે પીપળાના ઝાડ નીચે દેશી ઘીનો દીપક જલાવી હનુમાનજીને તમામ મનોકામના પુરી કરવાની પ્રાર્થના કરવી.
શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને 108 આંકડાના પાંદ પર સિંદુરથી શ્રી રામ લખીને પહેરાવવાથી હનુમાનજી તાત્કાલીક પ્રસન્ન થાય છે. આ સિવાય શનિવારે ભૂખ્યાને ભોજન કરાવવાથી તેમજ બાળકોને ચોકલેટ ખવડાવવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. નાગરવેલના પાનમાં કપૂર મુકીને તેને હનુમાનજી સામે જલાવી પ્રાર્થના કરવાથી મનની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.