શનિવારે કરીલો આ ઉપાય ધનવાન બની જશો, સમૃદ્ધિ એવી કે ભલભલા અંજાઈ જશે

nation

આપણે ત્યાં કહેવત છે કે ‘તાવડી તેર વાના માગે’ એટલેકે ઘરને ચલાવવા ખુબજ મહેનત કરવી પડતી હોય છે. કેટલીક વાર અથાગ મહેનત અને ભારે પરિશ્રમનું કોઈ પરિણામ મળતું નથી. ઘરમાં લગભગ તમામ સભ્યો કમાતાં હોય તેમ છતાં જો બચત થતી ન હોય તો તેનું કારણ ગ્રહદોષ હોય શકે છે.

તંગહાલ જીવનને સમૃદ્ધિ તરફ લઈ જવા જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આ ટોટકા મદદરૂપ થઈ શકે છે. આ ટોટકા દિનચર્યા સાથે જ જોડાયેલા હોવાથી તેનું અનુકરણ સરળતાથી કરી શકાય છે. આજે જાણો આવા જ સરળ પરંતુ શનિવારે કરવાના આ ઉપાયો વિશે.

શનિવારે ઘઉંનો લોટ દળાવવો અને તેમાં થોડા ચણા, 11 તુલસીના પાન, 2 તાંતણા કેસર ઉમેરી દેવું. આર્થિક સ્થિતિમાં ગણતરીના દિવસોમાં સુધારો થઈ જશે.શનિવારે કાળા કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી. તુલસીના છોડમાં રોજ સવારે પાણી ચડાવવું અને સાંજે દીવો કરવો. તમામ મનોકામના પૂર્ણ થઈ જશે.

શનિવારે પીપળા નીચે દીવો કરવાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. સૂર્યાસ્ત પછી કોઈપણ બહારની વ્યક્તિને દૂધ, દહીં કે ડુંગળી ન આપવી. આમ કરવાથી દુર્ભાગ્ય ઉત્પન્ન થાય છે. સહકર્મચારીઓને મહિનામાં બે વખત મિઠાઈ અવશ્ય ખવડાવવી. આમ કરવાથી સફળતાનો માર્ગ ખુલશે. રસોઈ કર્યા પછી રસોડુ સાફ અવશ્ય કરવું. વાસણમાં એંઠુ ક્યારેય ન રાખવું. શક્ય હોય તો રસોડામાં એંઠા વાસણ ક્યારેય ન રાખવા.

ઘરના મુખ્ય દરવાજા સામે કચરા પેટી ન રાખવી. તેનાથી ઘરમાં આવતી લક્ષ્મી પરત ફરી જશે. મહિનામાં એકવાર ખીર બનાવી પરીવારે સાથે બેસીને ભોજન સાથે ખીર ખાવી. આમ કરવાથી આંતરિક ક્લેશ દૂર થઈ જાશે. સંબંધોમાં મિઠાશ આવશે.

બેડ પર બેસીને ક્યારેય જમવું કે અન્ય કોઈ કામ ન કરવું. તેનાથી કરજમાં વધારો થાય છે. રાત્રે સૂતાં પહેલા રસોડામાં તેમજ બાથરૂમમાં પાણીની એક ડોલ ભરીને રાખી દેવી. ઘરના મંદિરમાં એક કળશ પાણીનો ભરીને રાખવો જોઈએ. તેનાથી ભાગ્યોદયમાં નડતર સમસ્યાઓ દૂર થશે. રાત્રે સુતા પહેલા શક્ય હોય તો સ્નાન કરવું નહીંતો હાથ પગ ધોઈ લેવાથી ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published.