શનિવારે શનિ દેવનો દિવસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવારના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવી એ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ વસ્તુઓ ખરીદવાથી શનિદેવની કૃપા નથી મળતી. આ સાથે જ દરિદ્રતા, નકારાત્મકતા શક્તિઓ, બીમારી સહિત અનેક બીજી પણ વસ્તુઓ સાથે આવી જાય છે. તો આવો જાણીએ શુ છે આ વસ્તુઓ…
1. શનિવારના દિવસે ક્યારેય પણ લોખંડની વસ્તુને ઘરમાં ન લાવો. આ લાવવાથી ઘરમાં ઝગડા થાય છે. આ સાથે જ પરિવારના સભ્યોની વચ્ચે પણ અણબણાવ થવા લાગે છે.
2. જો તમારી કુંડળીમાં શનિવાર ભારે છે તો ભૂલીથી પણ મીઠુ ના ખરીદો. આ દિવસે મીઠુ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
3. શનિવારે ઘરમાં લાકડા કે તેનાથી બનેલ કોઈ સામાન ન લાવો, કારણકે તેને અશુભ માનવામાં આવે છે. શનિવારે લાકડામાંથી બનેલી વસ્તુને ઘરમાં લાવવાથી વ્યક્તિ કંગાળ થતો જાય છે.
4. શનિવારના દિવસે કાળા રંગના કપડા અને ચંપલ ક્યારે પણ ખરીદવા નહિં, કારણકે તેને અશુભ માનવામાં આવે છે.