સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નનો દિવસ છે. આ વર્ષે 18 ફેબ્રુઆરી 2023, શનિવારના મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રિ પર વર્ષો પછી શનિ ગ્રહને લઈને દર્લભ યોગ બની રહ્યો છે જમાં શિવ પૂજા કરવાથી શિવ અને શનિ બંને પ્રસન્ન થશે. 30 વર્ષ પછી મહાશિવરાત્રિના પ્રસંગે શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે.
મહાશિવરાત્રિના શનિપૂજાનો વિશેષ સંયોગ
મહાશિવરાત્રિના દિવસે શનિ પોતાની રાશિ કુંભમાં રહેશે. આવો સંયોગ 30 વર્ષ પછી બનશે. આ ઉપરાંત આ દિવસ પ્રદોષ વ્રતનો સંયોગ પણ થઈ રહ્યો છે. વાસ્તવમાં ચૌદશ તિથિના દિવસે જ તેરસ તિથિ પણ છે એવામાં શનિ પ્રદોષ અને મહાશિવરાત્રિનો અદભુત સંયોગ બની રહ્યો છે. આ સંયોગમાં કરવામાં આવેલા ઉપાયો તમામ કષ્ટોથી છુટકારો અપાવશે. જે લોકો પર શનિની સાડાસાતી અને ઢૈય્યા ચાલી રહી હોય તેમણે આ ઉપાય જરૂરથી કરવા જોઈએ. આવું કરવાથી ધન, સુખ-સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય બધુ જ મળે છે.
મહાશિવરાત્રિ પર શનિ દોષ દૂર કરવાના ઉપાયો
મહાશિવરાત્રિ પર શનિ દોષ દૂર કરવા માટે શિવલિંગ પર ગંગાજળમાં કાળા તલ નાખીને અર્પિત કરો. તેની સાથે જ અભિષેક કરતી વખતે શિવ સહસ્ત્રનામના જાપ કરો. આવું કરવાથી શનિ સાથે જોડાયેલા તમામ કષ્ટ દૂર થઈ જશે અને ભગવાન ભોળાનાથ પણ ખૂબ મહેરબાન થશે.
શનિના પ્રકોપથી બચવા માટે મહાશિવરાત્રિના દિવસે સવારે શુભ મુહૂર્તમાં શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને શિવ ચાલીસાના પાઠ કરો.
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બિલીપત્ર અને શમીના ફૂલ ચઢાવો. શનિદેવ શિવજીના ભક્ત છે. શિવલિંગ પર શનિના પ્રિય શમીના ફૂલ અર્પિત કરવાથી સાડાસાતી અને ઢૈય્યાના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં ખુશીઓ આવે છે.
આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે કાળા અડદની દાળ, કાળા તલ, સરસવનું તેલ દાન કરો. પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેલમાં થોડા કાળા તલ નાખી દો. તેનાથી કુંડળીમાં શનિ મજબૂત થઈને શુભ ફળ આપે છે.