કોઈ પણ જાતક જેઓ વારંવાર સંકટથી ઘેરાતા રહેતા હોય તેમના માટે શનિદેવની પૂજા શુભ ફળદાયી હોય છે. કુંડળીમાં શનિ શુભદાયી ન હોય, અને તેના ખરાબ પ્રભાવને લીધે જો તમે મુશ્કેલીઓ અનુભવતા હોય તો શનિના પૂજન અને વિશેષ ઉપાયથી રાહત મળે છે. શનિ દશા એક વાર શરૂ થઈ જાય તો તેના પ્રભાવ હેઠળ સમય ભારે મુશ્કેલ હોય છે. તેમાંયે જો પનોતી કે ઢૈયા ચાલતી હોય તો વ્યક્તિ માટે અતિ વિકટ નિવડે છે.
કુંડળીમાં જો શનિ અશુભ હોય તો વ્યક્તિના જાન પર બની આવે છે. જીવનમાં નાની નાની સફળતા માટે વિશેષ મહેનત કરવી પડે છે. શનિની ભક્તિ, શારીરિક, પારિવારિક, સામાજિક, માનસિક, આર્થિક, તેમજ વહીવટી સમસ્યાઓની પીડાને હરી લઈને શુભ ફળ આપે છે. સાથે સાથે જો ભગવાન રામની કે વિષ્ણુની આરાધના કરવામાં આવે તો સમય સરળતાથી વીતી જાય છે.
જો તમે શનિ સંબંધિત કોઈ ચિંતાનું નિરાકરણ કરવા ઈચ્છતા હોયતો શનિ મંત્ર, શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત નિત્ય હનુમાન ચાલીસા પણ તમને શનિના કોપમાંથી બચાવી શુભ ફળ આપે છે.
જો તમે શનિની પૂજા કરતાં હો તો આ બાબતોની રાખો તકેદારી
શનિની પૂજા સૂર્યોદય પહેલાં અથવા સૂર્યાસ્ત સમયે કે ઢળતી સાંજે વધું લાભકારી નિવડે છે. શનિની પૂજા શાંત મનથી કરો. શનિની પૂજામાં તાંબાના વાસણનો ઉપયોગ ન કરતાં લોખંડના વાસણોનો ઉપયોગ કરો. શનિદેવને તેલ ચઢાવો, પણ ધ્યાન રાખો કે તે અન્ય સ્થળે કે અન્ય ભગવાન કે દેવ પર ન પડે. શનિના મંત્રોનો જાપ કરતી વખતે તમારું મુખ પશ્ચિમમાં રાખો.
લાલ વસ્ત્ર, ફળ- ફૂલ શનિને ન ચઢાવો. નીલા કે કાળા રંગની વસ્તુઓ કે પ્રયોગ શુભ રહે. અથવા એવા ફૂલ કે જેમાં સુવાસ ન હોય તે ચઢાવવા જોઈએ, જેમ કે આંકડો, ધતુરો વિગેરે. શનિની પ્રતિમાના દર્શન બિલકુલ સામેથી ન કરતાં થોડે ત્રાંસમાંથી કરો. શનિ મંદિર જતા પહેલા શનિદેવની પૂજાનના સમયે પૂર્ણ સ્વચ્છતાનું ખ્યાલ રાખો. શનિદેવના આ મંદિર દેવ એક કાળી શિલાના સ્વરૂપે બિરાજમાન હોય છે.
શનિની પૂજા માટે પીપળના વૃક્ષ નીચે બેસીને કરવી શુભ ફળદાયી નિવડે છે. કબૂતરને ચણ નાંખવાથી પણ શનિના દોષમાં રાહત મળે છે. ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રની ઓછામાં ઓછી એક માળા દર શનિવારે કરવાથી પણ શનિદોષમાં રાહત મળે છે.