શનિગ્રહ એવો છે કે તેના દુષ્પ્રભાવથી આપણે ડરતાં હોઈએ છીએ. તેમાંયે શનિની સાડાસાતી અને ઢૈય્યા એ એવો સમય છે કે જે ભલભલાને રાતે પાણીએ રડાવી દે. આમછતાં શનિની સાડાસાતીમાં જ અનેક લોકો ઉચ્ચ પદને પામ્યા છે તેવા પણ દાખલા છે.
તેથી વસ્તુતઃ શનિથી ગભરાવાની જરૂર નથી. ગભરાવું હોય તો ખોટાં કામ કરતાં ગભરાવ. કારણકે શનિ ન્યાયના દેવતા છે. તેથી જો કર્મ સારા હોય તો શનિ ખરાબ ફળ આપતા નથી. જેના કર્મ ખરાબ નથી તેની કુંડ઼ળીમાં શનિ કે રાહુ ખરાબ બનતા નથી.
પુરાણોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ છાયાનો પ્રભાવ પડી જાય છે તો તેના સારા દિવસો સમાપ્ત થઈ જાય છે. બધી બાજુએથી પરેશાનીઓ ઘેરાઈ જાય છે. અનેક વાર શનિની સાડાસાતી કે ઢૈય્યા આવવાથી વ્યક્તિની દશા અને દિશા એવા તો બદલાય જાય છે કે ન પૂછો વાત.
શનિની સાડાસાતી ક્યારે શરૂ થાય?
શનિની સાડાસાતી ત્યારે શરૂ થાય છે જ્યારે ચંદ્રમાં તમારા જન્મના ચંદ્ર રાશિથી બીજે કે બારમે કે લગ્નમાં હોય. આથી તમારી જન્મની ચંદ્ર રાશિની જાણ હોવી આવશ્યક છે. જ્યારે શનિ રીઝે ત્યારે છપ્પરફાડ સુખ અને વૈભવ અને નામ આપે છે. શનિની શુભ અસરો માટે શનિવારે આ ચીજો ન ખાવી.
શનિવારે શું ન કરવું
શનિવારે પ્લેન દૂધ ન લેવું. તેમાં થોડી હળદર કે ગોળ મેળવીને લેવું. શનિવારે કેરીનું અથાણું ન ખાવું. શનિવારે લાલ મરચું ન ખાવું, કાળા મરી કે લીલાં મરચાં નાંખીને ખાવું. શનિવારે મસૂરની દાળ ન ખાવી, અડદની દાળ ખાવી. શનિવારે માંસ –દારૂનું સેવન બિલકુલ ન કરવું