શનિ મહારાજને અનુકૂળ બનાવતા સરળ ઉપાયો

nation

શનિની સાડાસાતી કે ઢૈયા (અઢી વર્ષ)થી મોટાભાગના લોકો ડરતા હોય છે, પરંતુ આટલું ડરવાનું કોઈ કારણ ખરેખર નથી. શનિ ખરેખર તો ન્યાયના દેવતા છે, તેઓ તમે જેવું કર્મ કરશો તેવું ફળ આપશે. છતાં પણ જો કુંડળી અનુસાર શનિ ગ્રહ તમને ખરાબ ફળ આપી રહ્યો હોય તો નીચેના ઉપાયો અજમાવવાથી તે અનુકૂળ બનીને શુભ ફળ આપશે.

શનિ કૃત કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે શનિવાર કે શનિ જયંતિના દિવસે અંધારું થયા પછી પીપળાને જળ સિંચવું. સરસવના તેલનો દીવો કરવો અને ત્યાં બેસીને જ શનિ ચાલીસા અથવા હનુમાનચાલીસાના પાઠ કરવા. આ ઉપાયથી ખૂબ જ ફાયદો થશે.

શનિવારે ગૌશાળામાં જઈ કાળી ગાયની સેવા–પૂજા કરવી. ગાયના માથે તિલક કરીને, બુંદીના આઠ લાડુ ખવડાવીને તેના ચરણ સ્પર્શ કરવા.

કાળા કુતરાને નિયમિત રીતે મીઠી રોટલી ખવડાવવી અને આવું ત્યાં સુધી કરવું જ્યાં સુધી શનિ શુભ બનીને તમારા મનોરથ સિદ્ધ ન કરે. આ પ્રયોગ કોઈ પણ શનિવારથી શરૂ કરવો.

શનિવારની રાત્રે પલંગના ચારે પાયાની નીચે એક એક ખિલ્લી મૂકી દો. સવા મીટર રેશમી કાળા કપડામાં આઠસો ગ્રામ અડદની દાળની સાથે આઠ લોઢાના ગોળ સિક્કા, સવાસો ગ્રામ લવિંગ અને કાજળમાં ચંદનનું અત્તર મિલાવીને સૂતી વખતે માથા પાસે કે ઓશિકા નીચે મૂકી દો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી ખિલ્લીઓને કાઢીને કાળા કપડાના ખૂણામાં બાંધીને સામગ્રી પણ કપડામાં મૂકીને પોટલી બનાવી લો. પોતાના માથા પરથી સાત વખત ઉતારીને તેને વહેતા જળમાં વહાવી દો.

શનિ મહારાજની કૃપા મેળવવા માટે શનિવારે ભોજનમાં મરી અથવા સિંધાલૂણનો ઉપયોગ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *