શનિ કે મંગળ નડે છે, તો કરો મંગળવારે કરો હનુમાનજીના આ ટૂચકાઓ

DHARMIK

જો તમે કોઈ ગ્રહ નડતરને કારણે હેરાન થતાં હોય, તેમાંયે મંગળ કે શનિ નડતો હોય અને ઉપાધિઓ ભોગવતા હોય તો તેના નિવારણ માટે કોઈ મંગળવારે આ તક ઝડપી લો. મંગળવારે હનુમાનજીના આ ટૂચકાઓ કરવાથી ગ્ર્હ નડતર તો દૂર થશે જ, સાથે ધીરે ધીરે તમારી ઉપાધિઓ પણ દૂર થઈ જ જશે.

શુભ ફળની પ્રાપ્તિ મળશે. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો કે તમારું જે કર્મ છે તે તમારે ભોગવવું તો પડશે જ. માટે ખરાબ સમય શાંતિથી પસાર કરો. હનુમાનજીની આરાધનાથી પહેલી કહેવત છે ને કે ‘સૂડીનો ઘા સોયથી સરે’ એમ થશે. માટે વિપરિત સ્થિતિમાં હિંમત ન હારશો પણ ધીરજ રાખી આ રીતે હનુમાનજીના ટૂચકાઓ કરવાથી સુખાકારી આવશે જ.

જો શનિગ્રહની સમસ્યા હોય તો બધા પૂજા-પાઠ પછી પણ કોઈ સમાધાન ન નિકળતું હોય તો શનિવારે હનુમાનજીને ચોલા ચઢાવો. તેની સાથે સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવીને હનુમાન ચાલીસા કે હનુમાનજીના બીજમંત્રોના જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો.

2. ત્યારબાદ કાળા ચણા અને ગોળ સાથે નારિયેળ ચઢાવ્યા પછી શનિ બાધાથી બચવા માટે હનુમાનના 108 નામોના સ્મરણ કરો. નક્કી જ તમારી લાઈફમાં સારા ફેરફાર આવશે.

Leave a Reply

Your email address will not be published.