શખ્સે 15 વર્ષની સગીરાને બનાવી માતા, હવે નવજાતનું શું થશે?

GUJARAT

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ વિસ્તારની સગીરા સાથે શખ્સ દ્વારા શરીર સંબધ બાંધી ગર્ભ રાખી દીધા બાદ બાળકનો જન્મ થતા પાપનો ભાંડો ફૂટતા કૃષ્ણનગરના શખ્સ સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સગીરા-યુવતીઓ અને મહિલાઓ સાથે શારીરીક સબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરીયાદો થતી હોય છે. પરંતુ, ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ વિસ્તારમાં હૈયુ ધ્રજાવી દે એવી અક્ષમ્ય ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર(કોંઢ)ના લાલજી રામજીભાઇ જાદવે વિસ્તારની ખેતી કામ કરતા પરીવારની માત્ર 15 વર્ષની સગીરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભ રાખી દીધો હતો. આ સગીરાને દુઃખાવો ઉપડતા હોસ્પીટલે લઇ ગયા બાદ બાળકનો જન્મ થતા પરીવારજનોના હોશ ઉડી ગયા હતા.

સગીરાને હોસ્પીટલે લઇ ગયા બાદ શખ્સના પાપનો ભાંડો ફૂટયો હતો. આ ગંભીર ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતાની સાથે જ PI જે. બી. મીઠાપરા સહિતના સ્ટાફે તાત્કાલીક વિગતો મેળવી સારવાર હેઠળ રહેલી સગીરાના પિતાએ શખ્સ સામે પોસ્કો હેઠળ પોલીસ ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સગીરાના જન્મેલા બાળકને કોણ રાખશે

લગ્ન વગર અને અઢાર વર્ષથી પણ ઓછી ઉમરની સગીરાના જન્મેલા બાળકના પિતાનું નામ કોણ આપશે અને સગીરાના પિતા રાખશે,શખ્સ રાખશે કોણ રાખશે એની સામે અનેક સવાલો ઉભા થઇ રહયા છે.

સગીરાના જન્મેલા બાળકની કાર્યવાહી કરીશુ

ધ્રાંગધ્રા DYSP જે.ડી.પુરોહીતે જણાવેલ કે સગીરાના જન્મેલા બાળકને સગીરાના પિતા રાખશે કે આરોપી શખ્સ રાખશે તો ઠીક છે નહીતર પોલીસ દ્વારા શિશુગૃહમાં સુરક્ષીત મોકલી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.