શા માટે સુંદરકાંડનું છે આટલું મહત્વ, શનિવારે ખાસ કરવામાં આવે છે પાઠ

GUJARAT

અનેક ઘરોમાં શનિવારની સાંજે સુંદરકાંડ કરવામાં આવે છે. ભગવાન હનુમાનજીની પૂજા અને પ્રાર્થના સુંદરકાંડના પાઠ થકી કરવામાં આવે તો અનેક આધિ-વ્યધિ- ઉપાધિમાંથી ઉગારો થાય છે. તુલસીદાસજીએ રામકથામાં લખ્યું છે કે હનુમાનજી ભગવાન રામને પોતાના જીવથી પણ વિશેષ વહાલા હતા.

ભગવાને વિચાર્યું કે ભક્તના માનમાં મારું સન્માન છે. હનુમાનજીનું માહત્મ્ય સંસારને જાણવાનો અવસર મળશે. ત્યારે પ્રભુએ પોતાનો પ્રભાવ દર્શાવ્યો. રામચરિત માનસમાં સુંદરકાંડ લખતાં લખતાં તુલસીદાસજી હનુમાનજીને શ્રીરામની સમાન સામર્થ્યવાન ગણાવ્યા. તુલસીદાસ જેટલી રામકથા લખતાં હતા તેટલી હનુમાનજીને સોંપતા જતા હતા. કથા જોઈને હનુમાનજી તેનું અનુમોદન કરતાં હતા. એવામાં તુલસીદાસજીએ સુંદરકાંડની રચના કરી નાંખી. તે પણ પહેલાંની માફક હનુમાનજીને સોંપી દીધો. સુંદરકાંડ જોઈને હનુમાનજી ભડકી ઉઠ્યાં.

હનુમાનજીને ગુસ્સાનો પાર ન રહ્યો, ભક્તને સ્વામી જેટલું મહત્વ..? તુલસીદાસજીએ ભક્તને સ્વામી સમાન પ્રતાપી કેવી રીતે લખી નાંખ્યું. તે ગુસ્સામાંને ગુસ્સામાં તેનો નાશ કરવા તલપાપડ થઈ ઉઠ્યા. તે ગ્રંથને ફાડવા જતાં હતા ત્યાં શ્રીરામ પ્રગટ થયા. ત્યારે શ્રીરામે હનુમાનજીને કહ્યું કે આ અધ્યાય તો મેં જાતે લખ્યો છે પવનપુત્ર. શું હું ખોટું કહીશ ?…. આ બ્રાહ્મણનો શો દોષ..?..

હનુમાનજી શ્રીરામના ચરણોમાં નતમસ્તક થઈ ગયાં. પ્રભુ તમે કહો છો તો તે યોગ્ય જ હશે. મને રામચરિત માનસમાં સુંદરકાંડ સૌથી વધું પ્રિય રહેશે.

બસ, ત્યારથી તો પૂછવું જ શું? સુંદરકાંડનું એટલું માહત્મ્ય છે કે દર શનિવારે તેના પાઠ કરવામાં આવે છે. સુંદરકાંડના પાઠ કરવાથી તમામ કષ્ટ નષ્ટ થઈ જાય છે. શ્રીહનુમાનજીની સદૈવ કૃપા ઉતરે છે.

જો દરરોજ શક્ય ન હોય તો શનિવારે કે મંગળવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી આધિ-વ્યાધિ- ઉપાધિ જેવા ત્રિવિધ તાપ ટૂંક સમયમાં જ ટળી જાય છે

Leave a Reply

Your email address will not be published.