સાવધાન! મીઠા લીમડાનો વધારે પડતો ઉપયોગ લાવશે આ સમસ્યાઓ

GUJARAT

ભોજનમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારે છે અને તે તમારા માટે ફાયદારૂપ પણ માનવામાં આવે છે. કેટલીક ખાસ સમસ્યામાં વધારે પ્રમાણમાં લીમડાના પાનનું સેવન કરવાનું ટાળવું. તેનાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તો જાણો ક્યારે તમારે તેને ઉપયોગમાં લેવાનું ટાળવું જોઈએ અને કઈ સમસ્યાઓ થઈ શકે છે.

કઈ સમસ્યાઓ થઈ શકે

લો બ્લડ શુગરની સમસ્યા
લીમડાના પાનમાં હાઈપોગ્લાઈસેમિક ગુણ હોય છે. તેને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. પણ વધારે પ્રમાણમાં સેવનથી સામાન્ય બ્લડ શુગરના લોકોને પણ લો બ્લડ શુગરની ફરિયાદ રહી શકે છે.

વાળને થશે નુકસાન
લીમડાના પાનની પેસ્ટ કે તેનું તેલ લગાવવાથી બળતરાની સમસ્યા થઈ શકે છે. વધારે પ્રમાણમાં તેના સેવનથી વાળ ખરવા લાગશે.

એલર્જીની સમસ્યા
લીમડાના પાનથી કેટલાક લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. કેટલાક લોકોને ખાસ પ્લાન્ટ્સ અને પાનથી એલર્જી થાય છે. એવામાં તેનું સેવન ટાળવું યોગ્ય છે.

પ્રેગનન્સીમાં ડોક્ટરની સલાહ લઈને કરો ઉપયોગ
ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ લીમડાના પાનનું સેવન ડોક્ટરની સલાહ લીધા બાદ કરવું. તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
કેટલા પ્રમાણમાં ખાઈ શકાય છે મીઠો લીમડો

એક દિવસમાં વધારે પ્રમાણમાં લીમડાના પાનનું સેવન ન કરો. એક્સપર્ટના અનુસાર રોજ 2 ગ્રામ એટલે કે 8-10 લીમડાના પાનનું સેવન કરી શકાય છે. તેનાથી વધારે પ્રમાણમાં ન ખાઓ. લીમડાના પાનનું સેવન એનિમિયા અને વેટ લોસમાં ફાયદો કરે છે. આ સ્કીન અને હાર્ટ તથા હેલ્થ માટે પણ સારું છે, પણ વધારે પ્રમાણમાં સેવન નુકસાનદાયી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.