આજકાલનાં સતત ભાગદોડ અને તણાવભર્યા જીવનમાં બીમાર થવું એ બહુ સામાન્ય વાત છે. પણ પહેલી કહેવત તો તમે સાંભળી જ હશે ને કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’, એ રીતે જીવનમાં તમામ સુખો હોય પણ જો તમે શરીરથી સ્વસ્થ ન હો તો તે સુખને ભોગવી નથી શકતા. સામાન્ય કે ક્યારેક ક્યારેક બીમાર પડવું તે બહુ સ્વાભાવિક વાત છે પણ જો તમારા ઘરમાંથી બીમારી જવાનું નામ જ ન લેતી હોય તો સમજી લો કે કંઈક તો છે જે અંગે તમારે હવે ગંભીરતાથી વિચારવા જેવુ ખરૂ.
સૌ પ્રથમ આગળ પાછળ નજર દોડાવ્યા વગર તમારા ઘરના વાસ્તુને તપાસો ક્યાંક તમારા ઘરમાં કોઈ મોટો વાસ્તુદોષ તો નથીને? જો હોય તો તેને નિવારો કેમકે બીમારી વાળા ઘરમાં રહેવાથી ખુબ મોટુ નુકસાન થાય છે જેને પછી ભરી શકાતું નથી. આજે તમારા માટે ખાસ અમે વાસ્તુ અંગેની કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ.
મુખ્ય દ્વારની સામે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની સામે કોઈ મોટું ઝાડ કે થાંભલો હોય તો તેની બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. જો તમે તેને તમારા ઘરની સામેથી દૂર ન કરી શકો તો ગેટ પર રોજ સ્વસ્તિક બનાવો અને તેની પૂજા કરો.
ઘરમાં ન રાખશો આવા ફૂલ છોડ
જો તમારા ઘરમાં કાંટાવાળા કે કરમાયેલા છોડ હોય તો તેનાથી તમારા ઘરના વડિલોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઘરના અગ્નિ ખુણામાં દરરોજ લાલ રંગની મીણબતી લગાવો. દક્ષિણ અને પૂર્વ મધ્ય ખુણાને અગ્નિ ખુણો કહેવાય છે.
મુખ્ય દ્વારને સજાવેલુ સાફ રાખો
જો ઘરના મુખ્ય ગેટ પર ગંદુ પાણી, કીચડ કે ગંદકી એકઠી થતી હોય ઘરના મુખ્ય દરવાજે ખાડાઓ હોય તો બીમારીઓ રહે છે. આ કારણે તાત્કાલીક ખાડાઓને પૂરી દો, ગંદકીને હટાવી દો આનાથી સ્વાસ્થ્ય સારૂ રહેશે.
આ દિશામાં ન રાખો રસોડું
વાસ્તુ વિજ્ઞાન અનુસાર તમારૂ રસોડું અગ્નિ ખુણામાં સ્થિત ન હોય તો શારીરિક તકલીફો વધશે. અગ્નિ ખુણામાં અગ્નિ દેવતાંનું પ્રમુખ સ્થાન છે. આ ખુબજ વિશેષ સ્થાન છે.
ઘરની વચ્ચે ન રાખો સામાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનાં વચ્ચે ભારે ભરખમ ફર્નિચર કે કોઈ સામાન ન રાખો, વાસ્તુશાસ્ત્રમાં આ જગ્યાને વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મસ્થાન માનવામાં આવે છે. બ્રહ્મસ્થાનને હંમેશા ખાલી રાખવું જોઈએ. સાથે આ વાતનું ધ્યાન રાખો કે વોશિંગ મશીન કે પછી શૌચાલય કે એ દિશામાં માથું રાખીને ક્યારેય ન સુઓ.
આ દિશામાં ન રાખો મંદિર
ક્યારેય પૂજાસ્થળને મુખ્ય દરવાજાની સામે ન રાખો. આ સ્થાને દેવી દેવતાઓનો વાસ હોતો નથી, જેનાથી સકારાત્મક ઉર્જા રહેતી નથી. સાથે ઘરમાં ભગવાનનું ચિત્ર કે તસવીર મુખ્યદક્ષિણ દિશા તરફ રાખો, આનાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.