સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ 6 આદતોથી બચો, બને છે બીમારીઓનું કારણ

helth tips

ઝડપથી બદલાતી જીવનશૈલી તેમજ આપણી કેટલીક ખરાબ ટેવો પણ છે કે જેણે આપણા શરીરને રોગનું ઘર બનાવવામાં કોઈ કસર છોડી નથી. શરીરને ફિટ રાખવા માટે સ્વસ્થ આદતોની સાથે સાથે સવારની દિનચર્યા, શારીરિક પ્રવૃત્તિ સહિત ઊંઘવાની આદતોની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે.

સ્વસ્થ શરીર માટે સૌથી મહત્વની બાબત એ છે કે શરીરને નુકસાન પહોંચાડતી તમામ આદતોને આપણે તરત જ છોડી દઈએ. સાથે જ સ્વસ્થ શરીર માટે સારી આદતો પણ જીવનમાં સામેલ કરવી જોઈએ.

આ આદતોમાં કરો સુધારો

બગડેલી જીવનશૈલી – આજકાલ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા પર કલાકો વિતાવે છે જે નવી બીમારીઓને જન્મ આપી રહ્યું છે. કામના કારણે કે અન્ય કોઈ કારણસર કલાકો સુધી બેસી રહેવું પણ ઘણું નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. આ સિવાય એક વખત ખાવાની આદત પણ લોકોને ખૂબ બીમાર કરી રહી છે.

પૂરતી ઊંઘ લો – બદલાતી જીવનશૈલીએ આપણી ઊંઘની આદતને સૌથી વધુ બગાડી છે. પહેલા લોકો રાત્રે વહેલા સૂઈ જતા હતા અને સવારે વહેલા ઉઠતા હતા પરંતુ હવે તે ઉંધુ થઈ ગયું છે. તેના કારણે અનેક બીમારીઓ શરીરને ઘેરી રહી છે. સ્વસ્થ રહેવા માટે રાતમાં 6 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

શરીરને હાઇડ્રેટેડ રાખો – ઘણી બીમારીઓનું કારણ શરીરમાં પાણીની ઉણપ હોય છે. ઘણા લોકો બહુ ઓછું પાણી પીવે છે, ત્યારે શરીર ઝડપથી ડિહાઈડ્રેટ થઈ શકે છે, ડિહાઈડ્રેશનને કારણે માથાનો દુખાવો, શરીરમાં નબળાઈ અને પેશાબ અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થાય છે.

ખાંડ ખાવાથી બચો – નિયમિત જીવનમાં વધુ ખાંડવાળા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો. ખાંડયુક્ત ખાદ્યપદાર્થો અથવા પીણાં વજનમાં વધારો કરે છે સાથે જ વધુ પડતી ખાંડનો ઉપયોગ શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે.

કસરત જરૂરી – સ્વસ્થ રહેવા માટે દરરોજ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે કસરત ન કરો તો સ્થૂળતા, ઝડપથી વજન વધવું, હાઈ બ્લડ પ્રેશર, શુગર, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓ થવાનું જોખમ રહે છે.

ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન – ધૂમ્રપાનથી શરીરને સૌથી વધુ નુકસાન થાય છે, ધૂમ્રપાન હૃદય રોગ, કેન્સર, હાર્ટ સ્ટ્રોક, સંધિવા, અસ્થમા સહિત ઘણા ગંભીર રોગોનું જોખમ વધારે છે. આલ્કોહોલનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, ફેટી લિવર, સ્ટ્રોક, ઊંઘ ન આવવી, કિડનીની ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published.