મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની દ્રષ્ટીથી આજના દિવસે મંગળ ગ્રહના નિમિત્તે ઉપસના કરવાથી મંગળ દોષ સમાપ્ત થઈ જાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેઓ મંગળી કહેવાય છે.
હનુમાન સૌથી લોકલાડીલા અને સૌથી ઝડપથી ઇચ્છાઓ પૂરી કરતા ભગવાન માનવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
શાસ્ત્રો મુજબ મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ ગણાય છે. આ દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના જરૂર કરવી જોઈએ. મંગળવારે પૂજા -અર્ચના કરવાથી હનુમાનજી ખાસ રૂપમાં પ્રસન્ન થાય છે. સાથે જ તેમની કૃપા ભક્તો પર હમેશા બની રહે છે.
મંગળવારે ઉપવાસ કરવારે અચુક હનુમાન મંદિર જરૂર જવું જોઇએ. આ દિવસે મંદિર જવાથી બધા બગડેલા કામ સરળતાથી બની જાય છે. સાથે જ પ્રભુ જો પ્રસન્ન થઈ જાય તો ખાસ વરદાન પણ આપે છે.
હનુમાનજીને આ દિવસે લાલ ફૂલ અને તૈયાર કરેલું પાન જરૂર ચઢાવવું . હનુમાનજીને હલવો, પંચ મેવા, ગોળથી બનેલા લાડુ અને દીઠાંવાળુ પાન વગેરે પ્રિય છે. આથી તેમને આ વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ.
હનુમાનજીને સિંદૂર ખૂબ પસંદ છે. આથી મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર જરૂર ચઢાવવુ તેના માટે વિધિ-વિધાન સાથે પૂજન કરો. આ દિવસે સિંદૂર ચઢાવવાથી દરેક રીતના સંકટોનું સમાધાન થાય છે.