સાઉદી પ્રિંસે 150 જેટલી વિદેશી મોડેલો સાથે આખો ટાપુ ભાડે રાખી 1 મહિનો કર્યા હતાં જલસા

WORLD

પત્રકાર જમાલ ખશોગીની હત્યા હોય કે શાહી પરિવારના સભ્યો વિરૂદ્ધ આકરા પગલા સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ સલમાન અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. હવે પ્રિંસ સલમાનના વૈભવી શોખ અને વૈભવી જીંદગીને લઈને ખુલાસા થતા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

તાજેતરમાં એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શહઝાદા સલમાને માલદીવની એક પ્રાઈવેટ આઈલેન્ડ પર ભવ્યાતિભવ્ય પાર્ટી આપી હતી. જેમાં મહેમાનોને ખુશ કરવા માટે બ્રાઝિલ, રશિયા અને દુનિયાના અન્ય દેશોમાંથી 150 મોડલોને બોલાવવામાં આવી હતી.

પુસ્તકમાં કરાયો સનસનાટીપૂર્ણ દાવો

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાઉદી પ્રિંસ મહોમ્મદ બિન સલમાન અને આ મોડેલ્સની સાથે સલમાનના કેટલાક અંગત મિત્રોને પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું હતું. આ ટાપુ પર એક મહિના સુધી પાર્ટી કરવા માટે સલમાને યોજના બનાવી હતી. જોકે એક સ્થાનિક અખબારે આ અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યા બાદ સલમાને વિદેશી મોડેલ્સ સાથે ટાપુ છોડવો પડ્યો હતો.

સ્માર્ટફોનનો ઉપયોગ પ્રતિબંધિત હતો

મહોમ્મદ બિન સલમાને ટાપુની સાથે ટાપુ પરની 48 પ્રાઈવેટ વિલા, તેમાં કામ કરતા 300 જેટલા કર્મચારીઓને અને કૃત્રિમ સ્નો ફોલ માટેની મશિનને ભાડે રાખ્યાં હતું. મહેમાનોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મુકાયો હતો.

50 કરોડ ડોલરની એક યાટ પણ ભાડે રાખી હતી

પુસ્તકના લેખલે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, પ્રિંસ સલમાન સી પ્લેનથી આ ટાપુ પર પહોંચ્યા હતા. દુનિયાના મોંઘામાં મોંઘા ડીજેને પાર્ટી માટે હાયર કરવામાં આવ્યા હતા. એટલુ જ નહી પ્રિન્સે 50 કરોડ ડોલરની એક યાટને પણ ભાડે રાખી હતી. જેમાં બે હેલીપેડ અને એક મૂવી થીયેટરની પણ સુવિધા હતી. આ ભવ્યાતિભવ્ય પાર્ટીના અહેવાલો બાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ સલમાન ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *