સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે ભૂલથી પણ ન ધોવા વાળ, થશે ખુબજ અનિષ્ટ

social

શાસ્ત્રો (Jyotish Shastra) અનુસાર અઠવાડિયામાં એવા કેટલાક દિવસ હોય છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના વાળ ન ધોવા જોઇએ. આવું કરશો તો આર્થિક મુશ્કેલી આવશે. પતિની આયુષ્ય ઓછી થશે. સંતાનોને મુશ્કેલીઓ હેરાન કરશે. હિન્દુ શાસ્ત્રોમાં કેટલાક નિયમો છે જેનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સલામતી રહે છે. સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે. શાસ્ત્રો અનુસાર ગુરૂવારે મહિલાઓએ વાળ ધોવાન જોઇએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિલાઓની કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ પતિ કારક માનવામાં આવે છે. બૃહસ્પતિ સંતાનનો કારક માનવામાં આવે છે. આ પ્રકારે એકલો બૃહસ્પતિ ગ્રહ સંતાન અને પતિ બંનેના જીવનને પ્રભાવીત કરે છે. ગુરૂવારે માથુ ધોવાથી બૃહસ્પતિ નબળો પડે છે. જેમાં બૃહસ્પતિના શુભ પ્રભાવો ઓછા થવા લાગે છે.

શાસ્ત્રોમાં ગુરૂ ગ્રહને જીવ ગ્રહ કહેવામાં આવે છે. જેનો મતલબ સીધો વ્યક્તિની આયુ સાથે રહેલો છે. આથી તો ગુરૂવારે નખ કાપવા, વાળ કાપવા, કપડા ધોવા તેમજ મહિલાઓનું માથુ ધોવાને વર્જીત માનવામાં આવે છે. આથી સૌભાગ્યવતી મહિલાઓએ ક્યારેય પણ બને ત્યાં સુધી ગુરૂવારે માથુ ન ધોવુ જોઇએ.

ગુરૂવારે લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઇએ. આ દિવસે લક્ષ્મીનારાયણની એક સાથે પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ અને અપાર વૃદ્ધિ આવે છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પતિ-પત્ની સાથે પૂજા કરે તો જીવનમા ક્યારેય સમસ્યા આવતી નથી.

મનુ-શતરૂપા જેવુ દામ્પત્યજીવન પ્રાપ્ત થાય છે. ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *