શનિની દશા ચાલતી હોય ત્યારે કષ્ટ જ ભોગવવું પડે એ જરૂરી નથી. શનિ મહારાજ તેની દશા, અન્તર્દશા, મહાદશા, સાડાસતી, ઢૈયામાં જ જાતકને પીડા આપે છે. તે સિવાય શનિ શુભ ફળ પણ આપે છે. શનિ ક્યારે કઈ સ્થિતિમાં શુભ ફળ આપે છે અને ક્યારે નહીં તેનો ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્રમાં મળે છે. તો ચાલો જાણી લો કયા કયા છે આ સંકેત.
જો તમને અચાનક વ્યસનો તરફ રુચિ વધવા લાગે તો જાણવું કે શનિનો નકારાત્મક પ્રભાવ વધી રહ્યો હોય છે. જૂતા કે ચપ્પલની ચોરી થાય તે પણ નકારાત્મકતા વધવાનો સંકેત છે. ઘરની દિવાલો પર તિરાડ પડવી અથવા દિવાલનું તુટવું. કાનમાં અને પગમાં તકલીફ પણ શનિના પ્રભાવના કારણે થાય છે. ઘર કે દુકાનમાં આગ લાગવી શનિના અશુભ પરિણામના સંકેત છે
અવૈધ પ્રેમ સંબંધ પણ શનિના પ્રભાવના કારણે બંધાય છે. ઘરમાં રાખેલા પ્રાણી કે પક્ષીનું અચાનક મોત થઈ જાય. આવકમાં અચાનક ઘટાડો થવો પણ શનિ પ્રભાવનો સંકેત છે.
શનિ શાંતિ માટે કરો આ ઉપાય
પાણીમાં કાળા તલ ઉમેરી નહાવું. શ્રીકૃષ્ણની મૂર્તિને દૂધ અને કાળા તલનો અભિષેક કરવો. શ્રીકૃષ્ણની મૂર્તિ પર બદામ, ફુલ, કાળા મરી, મિસરી અને તુલસી પત્ર ચડાવવા. તેલનો દીવો કરવો અને તુલસીના પાન હાથમાં લઈ “શ્રીં શ્રીધરાય ત્રૈલોક્યમોહનાય નમોસ્તુતે” મંત્રનો જાપ કરવો.
અડદના લોટનો દીવો બનાવી તેમાં તલના તેલનો દિવો કરવો. પ્રયોગ કરો ત્યારથી લઈને 43 દિવસ સુધી રોજ કૃષ્ણ મંદિરમાં 7-7 બદામ ચડાવવી જોઈએ. પછીના 8 દિવસ સુધી પીપળા નીચે તલના તેલનો ચાર વાટનો દીવો કરવો.