સતત બીજી રાત્રે સોનલ ઊંઘી ન શકી : અધૂરો પ્રેમ એની સામે હતો, નયને તેને બાથમાં લઈને ભીંસી દીધી

Uncategorized

સોનલની વાત મારા ગળા નીચે ન ઊતરી,

દીકરીને લઇને જાન રવાના થતાં મેં રાહતનો શ્વાસ લીધો. દીકરી હસતી રમતી પોતાની ઘરે ચાલી જાય એનાથી વધુ આનંદની વાત બીજી કોઇ હોઇ શકે?

બે દિવસની અંદર મહેમાનો ચાલ્યાં ગયાં અને ઘરમાં સન્નાટો છવાઇ ગયો. મેં કોલેજમાંથી બે અઠવાડિયાંની રજા લીધી હતી. રાતદિવસની ભાગદોડ પછી મને ખૂબ જ આરામની જરૂર હતી. મારે મારો થાક ઊતારવો હતો.

ત્રીજા દિવસે સોનલનો ફોન આવ્યો. તેણે કહ્યું, ”મમ્મી, તને એકલતા સાલતી હશે.”

”મારી ચિંતા ન કરતાં તારી વાત કરું સાસરિયામાં મન લાગ્યું કે નહીં?

”વંદન ખૂબ સરસ સ્વભાવનાં છે. અમે બંને હનીમૂન માટે ગોવા જઇ રહ્યાં છીએ.”

સોનલના બોલવા પરથી લાગતું હતું કે તે ખૂબ જ આનંદમાં છે. મારી આંખો સજલ બની. સોનલના મુખમાંથી વંદનની પ્રશંસા સાંભળીને જમાઇ તરફથી હું નિશ્ચિત બની ગઇ.

સોનલને પિતાનો પ્રેમ ક્યારેય મળ્યો નહોતો. મેં મારા તરફથી તેને ભરપૂર પ્રેમ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેની દરેક માગણી પૂરી કરી હતી. ખૂબ જ લાડપ્યાર આપીને ઉછેરી હતી અને ભણાવી ગણાવી હતી, પરંતુ પિતાનો પ્રેમ હું કેવી રીતે આપી શકું તેમ હતી?

સોનલને પિતાના પ્રેમથી વંચિત મેં જ રાખી હતી. મારા જિદ્દી સ્વભાવ અને માબાપના વધુ પડતા લાડપ્યારના કારણે હું પતિને કાયમ માટે છોડી પિયર આવી ગઇ હતી.

પાંચ ભાઇઓ વચ્ચે એકલી બહેન હોવાના કારણે પિયરમાં કોઇને ખૂચ્યું નહોતું. મારા પર આંધળો પ્રેમ કરનારા મારા પપ્પાએ મારા પર આંખ મીંચીને વિશ્વાસ કર્યો અને મારા પતિને અનેકવાર ઊલટુંસીધું સંભળાવી અપમાન કરી પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

ઋષભે તેમ છતાં હાર નહોતી માની. તેમણે મને પોતાના ઘરવાળાઓ તરફથી આજીજી કરીને માફી માગી હતી, ‘સજની આપણે ઘરે ચાલ, પિયરમાં ક્યાં સુધી રહીશ. આ તારું ઘર નથી. આ તારા ભાઈઓનું ઘર છે. તું અહીં તારી જાતને માલિકણ નહીં કહીં શકે.’

”હું કદાપિ તારા ઘરે આવવાની નથી. ઘરનું કામ કરવું, રસોઇ કરવી એ મારા વશની વાત નથી.”

”આપણે બંને ભાડાના મકાનમાં રહીશું. બહારથી જમવાનું મંગાવીને ખાઇશું. હું મારાં કપડાં ધોબી પાસે ધોવરાવી લઇશ.” ઋષભ કોઇ પણ રીતે બાંધછોડ કરી મારી સાથે રહેવા તૈયાર હતો.

પરંતુ મને પિયરની શ્રીમંતાઇ પસંદ હતી. મારા બધા કામ નોકર કરતાં હતા. મારું મનપસંદ ખાવાનું, નાસ્તો મારા રૂમમાં જ આવતો હતો. સોનલ માટે અલગ નોકરાણી હતી, ફરવા માટે કાર હતી.

ઋષભ બધી વાતે મને તુછ્છ લાગતો હતો. હું તેનો પીછો છોડવવા અનેક પ્રકારનાં બહાનાં બનાવતી રહેતી. તેના પર મારઝૂડ કરવાનો ચારિત્ર્યહીનતાનો ખોટો આક્ષેપ કરતી. તેના કુટુંબીજનોને નિર્દય, દહેજના લાલચુ કહેતી જ્યારે તે મારી સાથે સમજૂતી સાધવાના બધા પ્રયાસમાં નિષ્ફળ ગયો ત્યારે એક દિવસ થાકીને કહે, ”જો હું તને ગમતો નથી તો તું મારાથી છૂટાછેડા લઇ ફરી લગ્ન કરી લે, નહીં તો એકલવાયું જીવન જીવવાનું આકરું પડશે.”

મને આમાં પણ ઋષભની ચાલ જ નજરે ચડી કે તે ફરી લગ્ન કરવા ઇચ્છે છે એટલે મારા પ્રત્યે ખોટી સહાનુભૂતિ બતાવી રહ્યો છે. એટલે મેં છૂટાછેડા લેવાની ના કહેતાં કહ્યું, ”હું ન તો તારી સાથે રહેવા તૈયાર છું કે ન તો તને બીજી લાવવા દેવાની ઇચ્છા રાખું છું.”

હું નિશ્ચિંત હતી કે મેં યોગ્ય પગલું ભર્યું છે અને સાસરીમાં મેં મારો પગ કાયમ રાખ્યો છે. પિયરમાં રહ્યાં પછી મેં શાળામાં નોકરી સ્વીકારી લીધી.

ઋષભ મારાથી વધુ ચાલાક નીકળ્યો. તેણે મારી રજા લીધા વિના એક રખાત રાખી લીધી ત્યારે મારા દિલને આઘાત લાગ્યો.

હું મારું સ્થાન લેનારી સ્ત્રીને જોવા ઇચ્છતી હતી. એટલા માટે જેઠાણીના દીકરાની વર્ષગાંઠ નિમિત્તે તેમાં ભાગ લેવા પહોંચી ગઇ.

ઋષભે તે સ્ત્રી સાથે મારો પરિચય ભૂતપૂર્વ પત્ની કહીને કરાવ્યો.

હું ઇર્ષાના ભાવથી તેનો નવો સંસાર જોતી રહી. તેને એક પુત્ર પણ હતો.

એકાંત જોઇ ઋષભે મારી પ્રત્યે સહાનુભૂતિ બતાવતા કહ્યું, ”સજની, આપણે પતિપત્ની તો ન બની શક્યાં. મિત્ર બનીને તો રહી શકીએ છીએ.”

મેં ઋષભના આ પ્રયાસને પણ ઠોકરે મારી દીધો અને ચાલી આવી. એ પછી તેના ઘરે ક્યારેય ગઇ નહીં કે તેને પણ ન મળી.

સોનલને તો મેં કહી જ દીધું હતું કે તારા પપ્પા મૃત્યુ પામ્યાં છે. જે માનવી બીજી સ્ત્રી લઇ આવ્યો હોય એની સાથે હવે બીજા ક્યા સંબંધ રહી શક્યાં હોય?

સોનલ મારી બધી વાત માનતી હતી. હું જે પણ કહેતી, આંખો મીંચી તેના પર તે વિશ્વાસ કરતી. ઋષભ વિશે મેં તેના મનમાં એટલું ઝેર ધોળ્યું હતું કે તેનું નામ લેતાં જ તે ડરી જતી હતી.

મારાં મમ્મીપપ્પાનું અવસાન થતાં ભાઇઓમાં ભાગ પાડવા અંગેના ઝઘડા થવા લાગ્યાં. બધાંનો પરિવાર વધી જતાં પિતાનું મકાન રહેવા માટે નાનું પડવા લાગ્યું.

જ્યારે મારી ભાભીઓનાં મહેણાં મારાથી સહન ન થયાં ત્યારે મેં ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. મારા ઘરેણાં અને મારી બચાવેલી તમામ રકમ લઇ એક નાનકડું મકાન ખરીદી લીધું. ઋષભનું કહેવું સાચું ઠર્યું કે હું હવે ખરેખર એકલી પડી ગઇ હતી. નોકરી પછી ઘરમાં એકલતા ખાવા દોડતી હતી.

જ્યાં સુધી સોનલ ઘરે પાછી ન આવે ત્યાંસુધી હું મેગેઝિન અને ટી.વી. જોયા કરતી હતી.

સોનલ કહેતી કે મમ્મી જમાઇ એવો શોધજે જે તને સાથે રાખી શકે. વૃધ્ધાવસ્થામાં તું ક્યાં જઇશ? તારી દેખભાળ કોણ કરશે?

અમારી મા-દીકરીની નજરમાં વંદન યોગ્ય લાગ્યો. તેની અંદર મને મારો પુત્ર દેખાયો એટલે તો મેં મારી સોનલનો હાથ તેના હાથમાં સોંપ્યો અને મારી વૃધ્ધાવસ્થામાં મેં મજબૂત સહારો શોધી કાઢ્યો.

મનમાં ખુશ થતી હું મારી જાતને પુત્રીના કુટુંબ સાથે જોડાયેલી જોવા લાગી. સોનલનાં બાળકોની કલ્પનામાં હું વિહરવા લાગી. પથારીમાંથી ઊભા થઇ મેં મારા માટે ચા બનાવી. ચા પીતાં-પીતાં હું મારી જાત પર હસી પડી કે સોનલ અને વંદન તો હજુ હનીમૂન પર ગયાં છે અને હું તેમનાં બાળકોનાં સપનાં જોવા લાગી છું.

સોનલનો ફોન ફરી ન આવ્યો. હું રોજ રાહ જોતી. વિચારતી કે નવદંપતી તેમના પોતાનામાં વ્યસ્ત હશે.

મારી રજાનો છેલ્લો દિવસ પણ પૂરો થઇ ગયો. બીજી સવારે તો કામ પર જવાનું હતું. એની તૈયારીમાં પડી ગઇ. એકાએક ડોરબેલ વાગી મેં બારીમાંથી નજર કરી તો સોનલ દેખાઇ.

મેં દરવાજો ખોલ્યો. સોનલ આવીનેં મને વળગી પડી અને ધુ્રસકે-ધુ્રસકે રડવા લાગી.

”વંદન ક્યાં છે?” મેં આમતેમ નજર કરી સવાલ કર્યાં.

”એ નથી આવ્યો.”

”કેમ?” મેં આશ્ચર્યથી સવાલ કર્યો,” તું એકલી જ આવી છે? એણે એકલી આવવા દીધી? તેં મને ફોન કર્યા હોત તો હું લેવા માટે આવત. સાસરીમાંથી પહેલી વિદાય શું આવી હોય છે?”

સોનલ બોલ્યા ચાલ્યા વિના બેસી રહી.

હું ચિંતામાં પડી ગઇ. ”કશું બોલતી કેમ નથી? તે કોઇ દાગીનો પણ પહેરેલો નથી.”

”હું હંમેશા માટે એ ધર છોડીને ચાલી આવી છું.”

”શું?” મારાથી ચીસ પડાઇ ગઇ? જાણે આકાશ મારા સાથે તૂટી ન પડયું હોય?

”હું એ નિર્દયનો અત્યાચાર સહન નહીં કરી શકું.”

”નિર્દય? કોણ છે નિર્દયી? તેં તો ફોન પર વંદનની ખૂબ પ્રશંસા કરી હતી.”

”માનવીને આટલો ઝડપથી ક્યારે પણ ઓળખી શકાય છે.”

હું મૂંઝાઇ ગઇ અને પૂછ્યું, ”શું કર્યું હતું એણે?”

સોનલ ડૂસકા ભરતાં બોલી, ”તેણે મારા પર હાથ ઉઠાવ્યો. મેં એક ફરવાળો કોટ માગ્યો હતો, હીરાનો હાર તો નહોતો માંગ્યો, પરંતુ એ નિર્દય માણસે આ વાત પર મને મારી. હનીમૂન પર જ એનો અસલી રંગ મારી સામે આવી ગયો. હું જીવનભર માર પીટ સહન કરવા માગતી નથી.’

સોનલની વાત મારા ગળા નીચે ન ઊતરી, ‘વંદન જરા અમથી વાત પર સોનલ સાથે આવું વર્તન શા માટે કરે? તે એવો તો નથી લાગતો હું વિચારમાં પડી ગઇ.

સોનલ કહેતી હતી, ”હાથીનાં દાંત ચાવવાના અને બતાવવાના જુદા હોય છે. સમય જતાં તેની અસલિયતનો મને અનુભવ થયો, નહીં તો મારું જીવન બરબાદ થઇ જાત. હું તેનાં બાળકોને લઇને બધે ભટકતી રહેત.”

હું ગભરાઇ ગઇ. પતિને છોડવાની હઠ મારા મનમાં બેસતી નહોતી. ભાઇ ભાભી ભલે લાખ રીતે ખરાબ હોય પરંતુ ખરાબ સમયમાં મદદગાર હતા. એટલે મેં ફોન કરી તરત બોલાવીને પરિસ્થિતિ અંગેની જાણ કરી.

થોડા સમયમાં બધાં ભેગાં થઇ ગયાં. સૌ સોનલ સાથે સહાનુભૂતિ બતાવવા લાગ્યાં.

”ભાઇ, તું તો વકીલ છે. સોનલને યોગ્ય સલાહ આપ. જરા અમથી વાતથી પતિનું ઘર થોડું જ છોડી દેવાય છે?” મેં મોટા ભાઇને વિનંતી કરી.

ભાઇએ સોનલનો પક્ષ લેતા કહ્યું, ”વંદનને છોડવાનો નિર્ણય યોગ્ય લીધો છે. જે પુરુષ જરા અમથી માગણીના બદલામાં નવવધૂને મારઝૂડ કરે તેનાથી વધુ ખરાબ માણસ બીજો કોણ હોઇ શકે? જો જે કોર્ટમાં હું એને કેવો ઘસડું છું. તેના છક્કા છોડાવી દઇશ. લગ્નનો પૂરો ખર્ચ વ્યાજ સહિત વસૂલ કરીશ.”

ભાઇ ભાભી, તેમનાં બાળકો બધાં જ સોનલનાં પક્ષમાં બોલી રહ્યાં હતાં.

મને વંદનનો પક્ષ લેતાં જોઇ મારી ભાભીઓ આશ્ચર્ય પામી અને બોલી, ”તે તો તારા પતિને છોડયો હતો. તો પછી દીકરીનો વિરોધ શા માટે કરે છે? આ બિચારી શા માટે દુઃખ ભોગવે? તેને બાપ વિનાની દીકરી સમજીને સતાવે છે. વિચારતા હશે કે કોઇ એનો પક્ષ લેનારું છે નહીં.”

ભાભીઓની વાત મને મારા પર કટાક્ષ કરતી લાગી હતી. મેં પતિને છોડી ભલા શું સુખ મેળવ્યું હતું, જે સોનલ મેળવશે. જે રીતે ઋષભ રખાત રાખીને પોતાના તૂટેલા જીવનને ફરી સાંધી રહ્યો હતો એ રીતે વંદન પણ કોઇ સ્ત્રી સાથે ઘર વસાવી લેશે તો તે એકલી પડી જશે. જીવનભર પુરુષના સાંનિધ્ય માટે તરસતી રહેશે.

બધાં ચાલ્યાં ગયાં હતાં. હું મોડી રાત સુધી દીકરીને સમજાવતી રહી, ”હજુ તું પુખ્ત થઇ નથી. તને જીવનનો અનુભવ નથી. વંદનને છોડવો એ તારી ભૂલ છે.”

સોનલના સ્વરમાં પહેલીવાર મારા તરફ જરા અવજ્ઞાાનો ભાવ દેખાયોં અને જોરથી બોલી, ”મમ્મી, તું પણ મને બોજારૂપ સમજવા લાગી છે. મેં પણ ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે. હું નોકરી કરી મારું જીવન જીવવા માટે હિંમત રાખું છું.”

”તું મારા કહેવાનો અર્થ ખોટો કરે છે. તારામાં અહંકાર ભર્યો છે. નોકરીથી તું પૈસા કમાઇ શકીશ પરંતુ સંસારનું સુખ નહીં મેળવી શકે, એકલા માનવી માટે જીવન કંટક સમાન છે.” મે ગુસ્સામાં કહ્યું અને તેને તતડાવી કાઢી.

સવારે નાસ્તો કર્યા વિના શાળાએ ચાલી ગઇ. સોનલ સૂતી રહી. બપોરે જ્યારે ઘરે પાછી ફરી ત્યારે વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું. વંદન પરસાળમાં સેટી પર બેઠો હતો. સોનલ અંદર હતી તેણે દરવાજો બંધ કરી રાખ્યો હતો.

”આંટી, મારી જ ભૂલ છે, પરંતુ મારો ગુનો કંઇ એટલો મોટો નથી કે સોનલ મને કહ્યા વિના ઘર છોડી ચાલી આવે. મારી સાથે તો વાત કરવા પણ તૈયાર નથી.” વંદને ઊભા તે થતાં કહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *