સસરા વહુના સૂકવેલા કપડા સૂંઘ્યા કરતા, તક મળે તો વહુને સ્પર્શી લેતા… કંટાળેલી વહુએ કરી ફરિયાદ

GUJARAT

સમયની સાથે સંબંધોના સરવાળાને બદલે સંબંધોની બાદબાકી થઈ રહી છે. પારિવારિક સંબંધોમાં હવે ગરિમા લજવી રહ્યાં છે. માન-સન્માનનો કોઈ ભેદ નહિ રખ્યો, ન તો કોઈ લાગણીઓ દેખાય છે. વડોદરાનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં સસરાએ જ ન કરી બેસવાનુ કરી નાંખ્યુ. એક મહિલાએ હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ માંગી કે, તેના સસરા તેના ધોયેલા કપડા સૂકવ્યા હોય તો તેને સૂંઘ્યા કરે છે. આ વાતની જાણ થતા પરિવારના અન્ય સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અભયમ હેલ્પલાઈન પાસે વડોદરાનો એક એવો કિસ્સો સામે આવ્યો, જે સાંભળીને પરિવારના સદસ્યો પણ વિચારમાં મૂકાઈ ગયા હતા. એક મહિલાએ અભયમની ટીમને કહ્યં કે, તેના સસરા છેલ્લા 3 વર્ષથી તેને શારીરિક અડપલા કરે છે. તેના સસરા શરીરને અભદ્ર રીતે સ્પર્શ કરતા હતા. ઘરમાં કોઈ ન હોય તો મારી આગળ પાછળ ફર્યા કરતા હતા. રસોડામાં પણ હુ હોય તો બહારથી મારી સામે તાક્યા કરે. એટલુ જ નહિ, મારા કપડા ધોઈને સૂકવ્યા હોય તો તેને સૂંઘ્યા કરે. મારા કપડાને પકડીને બેસી રહે.

મહિલાએ આ વિશે પરિવારના અન્ય સદસ્યોને જાણ કરી હતી, અને સસરાને આવુ ન કરવા સમજાવ્યુ હતું. પરંતુ છતાં વૃદ્ધ સસરા માન્યા ન હતા. ઘરમાં પૂજા હોવાથી તેમણે ભીડનો લાભ લીધો હતો, અને ફરીથી ભીડમાં વહુને ગંદો સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આમ, સસરાના ત્રાસથી કંટાળેલી મહિલાએ અભયમ હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો. અભયમની ટીમને ઘરે આવીને સસરાનું કાઉન્સેલિંગ કર્યુ હતું. જેમાં તેમને પોતાની ભૂલ સમજાઈ હતી. સાથે જ સસરાને માનસિક સમસ્યા હોય તો મનોચિકિત્સકનો સંપર્ક કરવા પણ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *