બોપલની યુવતીને ઔઓનલાઇન દુબઈનો મુરતિયો શોધવો ભારે પડયો, ૫િૃમ મહિલા પોલીસમાં ફરિયાદ.. યુવતી ગર્ભવતી થતાં દહેજભૂખ્યા સાસરિયાઓએ એબોર્શન કરાવી દીધું, ત્યારબાદ શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા.. પતિએ મેટ્રોમોનિયલ સાઇટ પર ર્વાિષક ત્રણ લાખ દીરહામની આવક અને ખોટી ડિગ્રી દર્શાવી યુવતીને ફોસલાવી હતી.
રાજપથ ક્લબ પાસેની એક સોસાયટીમાં રહેતી એક યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ પરથી દુબઈના એક યુવક સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના બીજા જ દિવસથી યુવતીને પતિ સહિત સાસરિયાનો કડવો અનુભવ થયો હતો. પતિ અને સાસરિયા ધંધો કરવા માટે નવ કરોડ રૃપિયા, ર્મિસડીઝ કાર અને એક બંગલાની માગણી કરી રહ્યા હતા. યુવતીએ તપાસ કરતા પતિએ તેના ગ્રેજ્યુએશનની ડિગ્રી સાઇટ પર ખોટી મૂકી હોવાનું અને દુબઈની કરન્સી પ્રમાણે ત્રણ લાખ દીરહામ ર્વાિષક આવક દર્શાવી હતી. હદ તો ત્યારે થઈ યુવતી પ્રેગ્નન્ટ થતાં તેનું જબરધસ્તી એબોર્શન કરાવી દીધું હતું. જોકે દુબઈ પહોંચતા જ યુવતીને હકીકત જણાતા અમદાવાદ આવી ગઈ હતી. આ અંગે યુવતીએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બોપલમાં રહેતી યુવતીનાં લગ્ન ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ દુબઈ ખાતે રહેતા રત્નેશ કંસલ થયાં હતા. યુવકનો પરિવાર વર્ષોથી દુબઈમાં સ્થાયી થયો હતો. શગુન પેટે યુવતીના પિતાએ સાસરિયાંની માગ પૂરી ન કરતા લગ્નના બીજા જ દિવસથી પતિ, સાસુ-સસરા પરિણીતા સાથે વાતચીત કરતા ન હતા. યુવતીએ યુવકને તેની ડિગ્રી વિશે પૂછતા ઉડાઉ જવાબ આપતો હતા. ત્યારબાદ તેણે મેટ્રોમોનિયલ સાઇટ પર જે ર્વાિષક આવક દર્શાવી હતી તે પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.
નવાઇની વાત એ છે કે, લગ્ન પહેલાં તેના સાસુ-સસરા યુવતીને પ્રિન્સેસ કહીને પ્રેમથી બોલાવતા હતા, પણ પિયરમાંથી બંગલો, ર્મિસડીઝ કાર અને નવ કરોડ રોકડા ન મળતા સાસરિયાએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. આ તો ઠીક પતિએ ફિઝિકલ રિલેશન બાંધવાનું પણ બંધ કરી દીધું હતું.
આ ઉપરાંત જાન્યુઆરી, ૨૦૨૦માં પતિ-પત્ની અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓ બે દિવસ પિયરમાં રોકાયા હતા. આ દરમિયાન તેના પતિએ તેના સસરા પાસે પાંચ કરોડ માગ્યા હતા. સસરાએ કહ્યું કે, લગ્નમાં અમે ઘણો ખર્ચો કર્યો છે અને તમને પણ ઘણી ભેટ આપી છે. આથી હવે મારી પાસે પૈસા નથી. ત્યારબાદ પતિને માઠું લાગી આવતા પત્ની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. ત્યારબાદ ૮ માર્ચ, ૨૦૨૦માં ફરી પરિણીતા અમદાવાદ આવી હતી. ત્યારે તે ગર્ભવતી હતી. તેના સાસરિયાએ દબાણ કરી એબોર્શન કરાવી દીધું હતું. આ અંગે યુવતીએ પતિ રત્નેશ, સસરા રવીન્દ્ર કંસલ, સાસુ સીમા કંસલ સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દીકરીનું ઘરસંસાર ન બગડે તે માટે યુવતીના પિતાએ તેના જમાઈને દુબઈમાં નોકરી અપાવી હતી, તે તેણે ૧૫ જ દિવસમાં છોડી દીધી હતી. આ ઉપરાંત અમદાવાદમાં પણ સેટલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પણ તે સફળ ન થતાં કામકાજ છોડી દીધું હતું.
મેરેજ એનિવર્સરીમાં સાસરિયાને સોનાના સિક્કા ભેટમાં આપ્યા હતા
દીકરીની મેરેજ એનિવર્સરીએ યુવતીના પિતાએ એક કિલો ચાંદી અને ૧૦-૧૦ ગ્રામના છ સોનાના સિક્કા આપ્યા હતા. આ સમયે પણ સાસરિયાએ ધંધો કરવા નવ કરોડ માગ્યા હતા. યુવતીએ ના પાડતા સાસરિયાઓએ બોલવાનું બંધ કરી ઔદીધું હતું.