નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,અમદાવાદના આધુનિક પરિવારની પુત્રવધૂની હિંમત અને ઉદારતાની આ કહાની છે. એનું નામ છે ગરિમા અગ્રવાલ. નવા ઘરે પરણીને આવેલી સ્ત્રીને જે પ્રકારની ચિંતા હોય તે તમામ પ્રકારની ચિંતાઓ તેણીને પણ હતી. પણ સાસરીમાં બધા લોકો એટલા મિલનસાર અને સરળ હતા કે એક બે દિવસમાં તો એને ઘર જેવું જ લાગવા માંડ્યું. સસરાએ પહેલા જ દિવસે તેને કહી દીધેલું કે અમારા ઘરમાં ‘ઇન-લોઝ’ જેવુ કૈં નથી.
આ તારું જ ઘર છે એને સાસરું ન સમજીશ.આટલા સરસ વાતાવરણમાં વર્ષો કેવી રીતે પસાર થતાં હતા તેનું ગરિમાને ભાન પણ ન રહ્યું, વરસોવરસ આ સંબંધો વધુને વધુ મજબૂત થતાં જતાં હતા. સસરમાં ગ્રીમને પોતાના પિતા, મિત્ર અને ગુરુ મળી આવ્યા. પરંતુ બધુ એકદમ સરસ ચાલતું હોય ત્યારે જ જીવનમાં સમયની થાપટો વાગતી હોય છે, ગરીમા અને તેના પરિવાર સાથે પણ કૈંક એવું જ બન્યું. ગરિમાના સસરાંને 2016 માં લીવર સિરોસીસ ડાયગ્નૉસ થયું. પરિવાર માટે તો આ જાણે આભ ફાટ્યા જેવી આફત હતી. પણ સ્થિતિ વધારે બગડે એ પહેલા જ યોગ્ય સારવારના કારણે બેએક વરસમાં તેણીના સસરા સાજા થયા.
ફરી જીવનની ગાડી પાટે ચડી. પરિવાર તેમજ સંબંધીજનોએ રાહતનો શ્વાસ લીધો. પણ સમયને જાણે એ મંજૂર ન્હોતું. આ વખતે આફત વધારે જોરથી ત્રાટકી. આફતનું નામ હતું લીવર કેન્સર. એ પણ ભાગ્યે જ થાય એવા પ્રકારનું લીવર કેન્સર. તાત્કાલિક ધોરણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. ગરીમાએ તરત પરિવારને ખરાબ સમયમાં મદદ કરવાની તૈયારી બતાવી. “હું મારુ લીવર પપ્પાજીને ડોનેટ કરીશ.” પણ પરિવારજનોએ તેના આઆ પ્રસ્તાવનો રડતી આંખે અસ્વીકાર કર્યો. તેમણે ટ્રાન્સ્પ્લાન્ટેશન માટે મૃત વ્યક્તિનું લીવર મેળવવા અરજી કરી.
ડોક્ટરે કહ્યું કે આ રીતે તો લીવર મળવામાં ઘણો સમય લાગી જશે, માટે પરિવારના જ કોઈ સદસ્યએ લીવર ડોનેટ કરવું પડશે. વિધાતાના એવા લેખ કે પરિવારમાંથી કોઈનું જ લીવર તેણીના સસરા સાથે મેચ ન્હોતું થતું. સંતાનો, ભાઈઓ, પત્ની આ તમામ લોકો ગેરલાયક ઠર્યા અને એક જ વ્યક્તિનું લીવર ડોનેટ કરવા યોગ્ય હતું અને એ હતી ગરીમા. હવે ગરિમાએ જીદ કરી. થોડી આનાકાની બાદ પરિવારજનોએ ગરિમાને ટ્રાન્સપ્લાન્ટ માટે લીવર ડોનેટ કરવાની પરવાનગી આપી દીધી. 26 જૂન 2020 ના દિવસે ટ્રાન્સપ્લાન્ટ થયું અને ગરિમાએ પોતાનું 60% લીવર સસરાને ડોનેટ કરી દીધું.
ટ્રાન્સપ્લાન્ટના થોડા જ વખતમાં બંને લોકો સામાન્ય જિંદગી જીવતા થઈ ગયા. બંને લોકો હાલમાં સ્વસ્થ છે અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. ગરીમાના સસરા આજે પણ કહે છે, મી કહ્યું હતું ને ”ઘરમાં પુત્રવધૂ નહીં દીકરી આવી છે”. આપણું શરીર લીવર જેવા અંગોને ફરી યથાસ્થિતિ વિકસાવી શકે છે. આપણા સમાજમાં આંગદાન અંગેની સમજણ અને જાગૃતિ હજુ જોઈએ એટલી ફેલાઈ નથી. કોઈના જીવથી વધારે કીમતી શું હોય શકે? ગરીમા જેવી પુત્રવધૂ હોય તો એક જ નહીં પણ સેંકડો જિંદગીઓ બચાવી લે.
આવોજ એક બીજો કિસ્સો, કચ્છના રહેવાસી કિશોરસિંહ જાડેજા ઉંમર 67 વર્ષના દર્દીને કોરોના થતા તેઓએ તેને શરુઆતમાં કાળજી લીધી નહોતી. ત્યારબાદ એકાએક કોરોનાના કારણકે શરીરના અંગો પર અસર જોવા મળી હતી. જેના કારણે દર્દી કિશોરસિંહની તબિયત વધુ લથડી જતા અમદાવાદ સ્થિત રહેતા પુત્રને જાણ કરવામાં આવી હતી.અમદાવાદ સ્થિત રહેતા પુત્રને જાણ થતાની સાથે જ પુત્ર તથા પુત્રવધૂ કચ્છ પહોંચી ગયા હતા અને ત્યાંથી દર્દી કિશોરસિંહને તાત્કાલિક અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. દર્દીને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમને કોઈપણ જાતના શરીરમાં રોગ ન હતા. ગોવિંદ હોસ્પિટલમાંથી નેગેટિવ થયા બાદ તેમને ફાઈબ્રોસિસ થયેલો ગતો. જેથી દર્દીને ખાનગી હોસ્પિટલમાં સિનિયર ડોક્ટરોની પેનલ સાથે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
ત્યાર બાદ દર્દીને ફેફસા ઉપરાંત શરીરના અન્ય અવયવોમાં જેવા કે, મગજ અને કિડનીમાં પણ ઇન્ફેક્શન જોવા મળ્યા હતા. આની સાથે ફેફસામાં પણ પંચર પડ્યું હતું. જેના કારણે શરીર ફૂલી ગયું હતું અને સ્નાયુઓ નબળા પડી ગયા હતા. ફેફસાના ચેપને સુધારવા માટે ફાઈબ્રોસિસથી ફેફસા પૂર્ણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે તેમ પણ ન હતા. જેના કારણોસર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે બનાવ્યો ICU રૂમ.દર્દી કિશોરસિંહને શરીરના અનેક અંગોમાં ઇન્ફેક્શન થવાના કારણે વેન્ટિલેટરનો સહારો લેવો પડ્યો હતો. તે વેન્ટિલેટરના સહારે જીવી શકે તેવી પરિસ્થિતિ ઉભી પણ થઈ હતી. દર્દીને સારવાર દરમિયાન તેમને આંચકી / તાણ પણ આવેલા હતા. જેના માટે મગજના નિષ્ણાંત ડોક્ટર વિશાણા દ્વારા સારવાર આપવામાં આવેલી હતી. ધીમે-ધીમે દર્દીની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. જેને કારણે ડૉક્ટરોએ પરિવારજનો જોડે ચર્ચા કર્યા બાદ દર્દી અન્ય કોઈપણ ઈન્ફેક્શનનો ભોગ ન બને તેવા હેતુસર તેમને ઘરે આ બધી જ સારવાર આપવાનો નિર્ણય કર્યો હતો.
જ્યાં એમને કુલ 60 દિવસ જેટલી સારવાર ઘરમાં આપવામાં આવી હતી. જેમાં વેન્ટિલેટર સહિત તમામ વ્યવસ્થાઓ ઘરે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કારણોસર દર્દીના પરિવારજનોએ નક્કી કર્યું કે, અમદાવાદ સ્થિત ઘરે જ મીની હોસ્પિટલ બનાવવામાં આવે જે બાદ સિનિયર ડોક્ટરોના અભિપ્રાય બાદ ઘરે સમગ્ર વ્યવસ્થા હોસ્પિટલમાં હોય તે જ પ્રકારે ગોઠવવામાં આવી હતી.ડોક્ટરોના અભિપ્રાય બાદ ઘરે સમગ્ર વ્યવસ્થા ગોઠવી.જેમાં ખાનગી હોસ્પિટલના ICUમાં નિષ્ણાંત ડોક્ટર મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા દર્દીની દરેક પળેપળની માહિતી વીડિયો કોલ કરીને જણાવવામાં આવતી હતી. બધા પ્રકારની એન્ટિબાયોટિક ડ્રગ, જે ઇન્જેક્શનમાં વપરાય છે તે બધી જ આ દર્દીમાં વાપરેલા છે. ધીમે-ધીમે દર્દીની તબીયતમાં હકારાત્મક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ઘરે સારવાર લઈ રહેલા દર્દી કિશોરસિંહને અચાનક જ ઓક્સિજન લેવા માટે તકલીફ પડતાં ફરી એક વખત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સિનિયર ડોક્ટરોએ તેમના કેટલાક ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું.
પિતાને બચાવવા માટે દીકરીનો ફાળો ખૂબ મહત્વનો જોવા મળતો હોય છે. પિતા માટે દીકરી એક શ્વાસ સ્વરૂપે જોવા મળતી હોય છે, ત્યારે દર્દી કિશોરસિંહના કિસ્સામાં પુત્રવધૂ તરીકે ઘરમાં આવેલી દીકરીએ નક્કી કર્યું હતું કે, ગમે તે થાય પણ પિતાને બચાવી લઈશું અને મક્કમતા સાથે જ દર્દી કિશોરસિંહના પુત્ર અને સાથે જ પરિવારના સભ્યોને હિંમત હતી. પુત્રવધુ દર્દી કિશોરસિંહની સાથેને સાથે જ રહી અને કઠિન પરિસ્થિતિઓમાં પણ હિંમત વધારી રહી હતી. જે પરથી એક વાત નક્કી થઈ કે દીકરી ક્યારે પણ પારકી થાપણ કહી શકાય નહીં.