સરકારના એક પગલાંથી IRCTCનો શેર ધડામ કરતાંં પછડાયો

share market

IRCTCના શેરમાં આજે મોટો કડાકો બોલાયો છે. શુક્રવારે બજાર ખૂલતાની થોડીક જ વારમાં તેનો શેર 29% તૂટીને 650.10 રૂપિયા સુધી જતો રહ્યો. IRCTCમાં મોટા કડાકાનું કારણ સરકારનો એક માત્ર નિર્ણય છે.

વાત એમ છે કે રેલવે મંત્રાલયે IRCTC એ કહ્યું કે ટિકિટ વેચાણમાંથી મળનાર convenience ફીનો 50% હિસ્સો રેલવે (રેલવે મંત્રાલય)ને આપવો પડશે. આ નિર્ણયથી ટિકિટિંગ માર્જીન 85%થી ઘટીને 48% થવાનો અંદાજો છે. તેના લીધે આજે IRCTCનો શેર ખૂલતાની સાથે ધડામ કરતાં પછાડયો. જો કે સવારે 11.15 વાગ્યે 4.21%ના ઘટાડા સાથે રૂ.875 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રેલવેની ટિકિટોનું ઓનલાઇન બુકિંગ માત્ર ઇન્ડિયન રેલવેઝ કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા થાય છે. તેના દ્વારા ટ્રેનોમાં ખાણી-પીણીનો સામાન પણ પૂરો પડાય છે.

IRCTCએ ગુરૂવારના રોજ બીએસઇને કહ્યું હતું કે હવે તેઓ પોતાના પ્લેટફોર્મ પરથી ટિકિટ બુકિંગમાંથી મળનાર convenience ફીના 50:50 રેશિયોને સરકાર સાથે શેર કરશે. આ 1 નવેમ્બરથી લાગૂ થશે. 1 નવેમ્બરના રોજ કંપનીના સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામો રજૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *