તમે મહિલાઓને તો ઘણી વખત શણગાર કરતા જોઇ હશે. પરંતુ તમને કોઇ કહે કે ભારતમાં એક એવું મંદિર પણ છે જ્યાં પુરૂષો મહિલાઓની જેમ એક-બે નહીં પરંતુ પૂરા સોળ શણગાર કરીને ભગવાનના મંદિરમાં પહોંચે છે તો સાંભળીને થોડૂંક અટપટું જરૂર લાગશે. પરંતુ આ વાત એકદમ સાચી છે. અહીં આવનાર દરેક પુરૂષનું એક ખાસ હેતુહોય છે. પુરૂષ અંહી જીવનથી જોડાયેલી બે સૌથી મહત્વપૂર્ણ માનતા લઇને પહોંચે છે.
પુરૂષોથી જોડાયેલી આ અજીબો ગરબ રિવાજ સાઉથ ઇન્ડિયાના સૌથી સુંદર રાજ્ય કેરલમાં છે. અંહી પુરૂષોને સારી પત્ની અને નોકરી માટે મહિલાઓની જેમ શણગાર કરવાની સાથે સાડી પણ પહેરવી પડે છે.
જણાવી દઇએ કે કેરલના કોલ્લમ જિલ્લાના કોટ્ટુનકુલંગરામાં શ્રીદેવી નામના મંદિરમાં પુરૂષોને મહિલાઓની જેમ સોળ શ્રૃંગાર કરવા પડે છે. એવી માન્યતા છે કે જ્યારે પુરૂષ મહિલાઓની જેમ પૂર્ણ રીતે સોળ શણગાર કરે છે ત્યારે તેમની ઇચ્છા પુરી થાય છે.
આ છે રહસ્ય
સ્થાનિક લોકની માનીએ તો આ મંદિરમાં માતાજીની મૂર્તિ જાતે જ પ્રગટ થઇ હતી. વર્ષો પહેલા ઘેંટા ચરાવનારાઓએ માતાની આ મૂર્તિની પૂજા મહિલાઓના વસ્ત્ર પહેરીને કરી હતી. જે બાદ અંહી આવનાર દરેક પુરૂષને આ મંદિરમાં પ્રવેશ કરવા માટે મહિલાઓ વાળા કપડા પહેરવા પડે છે. આ મંદિરમાં પુરૂષોની સાથે મહિલાઓ પણ આવી શકે છે. જોકે, દર વર્ષે 23 અને 24 માર્ચે શ્રીદેવી મંદિરમાં ચામ્યાવિલક્કુ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ હેઠળ પુરૂષોને મહિલાઓના ગેટઅપમાં જ મંદિરમાં એન્ટ્રી આપવામાં આવે છે.
પુરૂષોએ કેમ કરવું પડે છે આવું
તમે અત્યાર સુધી સાંભળ્યુ હશે કે યુવતીઓને મનગમતો પતિ મેળવવા માટે સોળ સોમવારના વ્રત રાખે છે. પરંતુ કેરલના આ મંદિરમાં એવું છે કે જ્યાં પુરૂષ સારી પત્ની મેળવવા માટે માતાજીને ખુશ કરવાની કોશિશ કરે છે. અહીં આવેલા પુરૂષો સોળ શણગાર કરીને સાડી પણ પહેરે છે. જેથી તેમને સારી નોકરી અને પત્ની મળી શકે. આ ખાસ રીતની પૂજા માટે આ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે.