ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પ્રશાંત સાગરને પ્રભાવિત કરનારી લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બર સુધી આવી શકે છે. વૈશ્વિક હવામાન સાથે જોડાયેલી લા નીનાની સ્થિતિના કારણે ભારતમાં સામાન્યથી વધારે સીઝનલ વરસાદ અને ઠંડી પડી શકે છે. વિભાગે કહ્યું કે, ઑગષ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ થઈ શકે છે અને ત્યારે લા નીનાની સ્થિતિ બનશે. IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઑગષ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ થઈ શકે છે અને ત્યારે લા નીનાની સ્થિતિ બનશે.
IMDના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આ વિશે ભવિષ્યવાણી કરવી ઉતાવળ હશે. ગત વખતે લા નીનાની સ્થિતિ સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 સુધી બની હતી. ભારતમાં ગત વખતે લા નીનાના કારણે સામાન્યથી વધારે વરસાદ થયો હતો અને ઠંડી જલદી શરુ થઈ ગઈ હતી. જુલાઈ મહિનાના અલ નીનો દક્ષિણી ડોલન બુલેટિનમાં IMD પુણેએ કહ્યું છે કે, વર્તમાનમાં વિષુવવૃત્તીય પેસિફિક પ્રદેશમાં તટસ્થ ENSO સ્થિતિઓ પ્રભાવી છે. સાથે જ મોનસૂન મિશન કપલ્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમનું પૂર્વાનુમાન જણાવે છે કે તટસ્થ ENSO સ્થિતિઓ જુલાઈ-સપ્ટેમ્બરના હવામાન સુધી બની રહી શકે છે.
ત્યારબાદ ઑગષ્ટથી ઑક્ટોબરની વચ્ચે વિષુવવૃત્તીય પેસિફિક પ્રદેશમાં તાપમાન ઠંડુ થાય તેવી સંભાવના છે, જેનાથી લા નીનાની સ્થિતિ નિર્મિત હશે. IMDના ક્લાઇમેટ મૉનિટરિંગ એન્ડ પ્રેડિક્સન ગ્રુપના હેડ ઓ.પી. શ્રીજીતે કહ્યું કે, “અમારું MMCFS મૉડલ સપ્ટેમ્બરથી લા નીનાની ઉચ્ચ સંભાવનાઓને દર્શાવે છે. આ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે થયેલા સારા વરસાદથી જોડાયું છે. સાથે જ વરસાદના કારણે વાદળ થવાથી સામાન્ય તાપમાન નીચે રહેવાની સંભાવના છે, પરંતુ અત્યારે અમે એ ના જણાવી શકીએ કે આના કારણે ઑગષ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસાની સ્થિતિ પર શું અસર પડશે.”