સાઉથ સિનેમામાં આ ૩ અભિનેત્રીઓ છે સૌથી વજનદાર, જાણો કેટલું છે તેમનું વજન..

GUJARAT

થોડાક વર્ષો પહેલા છોકરીઓમાં ઝીરો ફિગરને ફિટનેસ સમજવાનો ક્રેઝ વધેલો પરંતુ ખુબસુરતી તો એક હેલ્ધી છોકરીમાં જ હોઈ શકે છે, આ વાત આજકાલ હવે વધારે ચર્ચામાં હોય છે, ત્યારે સાઉથની અભિનેત્રીઓમાં તો એવા કોઈ ક્રેઝ આવ્યા જ નથી. આમ પણ બોલીવુડ કરતા સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ જ રહી છે.

સાઉથ સિનેમામાં બોલીવુડની જેમ અભિનેત્રીઓ પર સ્લિમ રહેવાનું દબાણ નથી હોતું, તે જેવી હોય તેવી જ પસંદ કરવામાં આવે છે, એટલે તેમના વજન એટલા છે જેટલામાં બોલીવુડની કદાચ બે અભિનેત્રીઓનું વજન આવી જાય, ક્યારેક બોલીવુડના અભિનેતાઓ કરતા પણ વધી જાય.

સાઉથ ઇન્ડીયન સિનેમા પણ તેના ચરમ પર છે અને ત્યાં ઘણી સારી ફિલ્મો બની રહી છે, જે દેશભરમાં લોકોને ગમતી હોય છે. સાઉથની સિનેમામાં આ ૩ અભિનેત્રીઓ સૌથી વજનદાર છે, આજના આર્ટીકલમાં અમે તમને સાઉથની કઈ અભિનેત્રીનું કેટલું વજન છે તે જણાવીશું.

સાઉથ સિનેમામાં બોલીવુડની જેમ અભિનેત્રીઓ સુંદરતાના મામલે ઘણી આગળ છે અને ત્યાંની અભિનેત્રીઓને દેશભરમાં પણ લોકો ઓળખી જતા હોય છે. બોલીવુડથી વિપરીત વધારે વજન હોવા છતાં આ ત્રણ અભિનેત્રીઓ સફળ છે, લોકો તેમને, તેમના ફિગરને અને અભિનયને પસંદ કરે છે. તેમની હોટનેસ કંઈક અલગ જ લાગે છે.

૧. નામિથા: એક્ટ્રેસ નામિથાને સાઉથ ઇન્ડસ્ટ્રીઝની સૌથી રોમાંટિક અને બોલ્ડ અભિનેત્રી કહેવામાં આવે છે. નામિથા સિલ્ક સ્મીથાના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે અને મોટાભાગે તે તેમના વધેલા વજનના કારણે સમાચારોમાં આવતી રહેતી હોય છે.

તેમનું વજન ૭૨ કિલો છે કે જે એક અભિનેત્રી પ્રમાણે ઘણું વધારે છે, તેમ છતાં તેને લોકો પસંદ કરે છે અને તેમની ફિલ્મો પણ સારી એવી સફળતા મેળવે છે.

2. અનુષ્કા શેટ્ટી: ભારતીય સિનેમાની મોટી ફિલ્મોમાંથી એક ગણાતી બાહુબલીના બન્ને પાર્ટ્સમાં પોતાના અભિનયથી ધૂમ મચાવનારી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સાઉથની ટોપ એક્ટ્રેસ છે અને સુંદરતામાં તો બોલીવુડ એક્ટ્રેસોને પણ મ્હાત આપી ચુકી છે.

બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ સુંદરતા દ્વારા લાખો કરોડો યુવાઓનું દિલ જીતી લીધું છે પરંતુ શું તેના ભારે ફિગરને જોઇને તેમનું વજન જાણો છો? અનુષ્કા શેટ્ટીનું વજન ૬૭ કિલો છે. તેમ છતાં તે ઘણી મોટી સ્લિમ એક્ટ્રેસોની આગળ ઘણી સુંદર એક્ટ્રેસ છે.

૩. હંસિકા મોટવાણી: ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કરિયરની શરુઆત કરનારી અભિનેત્રી હંસિકા મોટવાણીએ વર્ષ ૨૦૦૨ માં પોપ્યુલર સીરીયલ ક્યોકી સાસ ભી કભી બહુ થી માં ૧૨ વર્ષની બાળકીનો રોલ નિભાવ્યો હતો.

ત્યારબાદ તે શાકા લાકા બૂમ બૂમમાં કરુણાના સ્વરૂપે જોવા મળી હતી. હવે તે જવાન થઇ ચુકી છે અને બોલીવુડમાં આપકા સુરુર અને અપના સપના મની મનીમાં જોવા મળી ચુકી છે. જો કે હંસિકાએ તેનું વધારે પડતું કરિયર તો સાઉથની ફિલ્મોમાં જ બનાવ્યું, ત્યાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હંસિકાનું વજન પણ તેના કરિયરની જેમ જ વધી રહ્યું છે, તેનું વજન લગભગ ૬૫ કિલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *