સનસનાટીભર્યા ક્રાઈમ ન્યૂઝ : લગ્ન કરવા માથે પડેલી સાળીને જીજાજીએ જ પતાવી દીધી

GUJARAT

વડોદરાના ડભોઈમાં ગઈકાલે એક ખેતરના સીમમાં 19 વર્ષીય યુવતીની મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. સગા જીજાજીએ જ સાળીની હત્યા કરી હતી. લગ્ન કરવા માથે પડેલી સાળીની જ જીજાજીએ ટૂંપો મારીને હત્યા કરી હતી. દુપટ્ટાથી ગળુ દબાવી સાળીને મારી નાંખી હતી. ક્રાઇમ બ્રાન્ચે જીજાજીને ઝડપી પાડ્યો છે.

ડભોઈમાં 19 વર્ષીય યુવતીની લાશ મળી
ગઈકાલે શનિવારે ડભોઇ તાલુકાના તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીની લાશ મળી હતી. જેની દુપટ્ટાથી ટૂંપો મારીને હત્યા કરાઈ હતી. પોલીસ તપાસમા સામે આવ્યુ કે, આ યુવતી ડભોઈ તાલુકના મંડાળા ગામમાં રહેતા પરિવારની દીકરી છે. બે દિવસ પહેલા તે કુદરતી હાજતે જવા ઘરથી નીકળી હતી. પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. જેના બાદ શનિવારે યુવતીનો મૃતદેહ ડભોઈના દિપકભાઈ પટેલના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી.

યુવતીની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે જીજાજીને પડ્યો હતો, જેણે સાળીની હત્યા કરી હતી. પોલીસે આ કેસની ઝીણવટભરી તપાસ કરતા પગેરુ જીજાજી તરફ મળ્યુ હતું. યુવતીના જીજાજી મુકેશ ડુંગરા ભીલ સાથે સંબંધો હતા. લગ્નેતર સંબંધમાં મુકેશ ભીલે જ સાળીને દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરાની ધરતી મહિલાઓ માટે સલામત રહી નથી. સંસ્કારીનગરી ફરી શર્મશાર થઈ છે. ત્રણ દિવસમાં 2 યુવતીની હત્યા, અન્ય એક પર ગેંગરેપ થયો છે. અજીબ વાત એ છે, આ ત્રણેય 19 વર્ષની છે. વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા કરાયાના બે દિવસમાં બીજી 19 વર્ષીય યુવતીની કરપીણ રીતે હત્યા કરાઈ છે. તેમજ અન્ય એક યુવતી પર રિક્ષાચાલકોએ સામૂહિક દુષ્કર્મ કર્યાનુ સામે આવ્યુ છે. ત્રણ દિવસમાં મહિલાઓને લગતા ક્રાઈમના 3 ગુના બન્યા છે. જેમાં ત્રણેયમાં યુવતીઓનો જીવ ગયો છે.

Leave a Reply

Your email address will not be published.