સંગીતની દુનિયાના સુવર્ણ યુગનો અંત, સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન

nation

ભારતીય સંગીતની આન બાન અને શાન એવા સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. સ્વર કંઠીલ લતા મંગેશકરને થોડા દિવસ પહેલા તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત નાજૂક થતા ICU રાખવામાં આવ્યા હતા. પરંતુ આખરે લતાજીએ ફાની દૂનિયાને અલવિદા કહી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી પરિવારજનો સહિત દેશભરમાંથી લોકો લતાજીના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ આજે તેને લઈને આ દુઃખદ સમાચાર મળતા સમગ્ર દેશમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.

લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં થયો

મહારાષ્ટ્રમાં થિયેટર કંપની ચલાવતા તેમના સમયના પ્રખ્યાત કલાકાર દીનાનાથ મંગેશકરની મોટી પુત્રી લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં થયો હતો. મધુબાલાથી લઈને માધુરી દીક્ષિત અને કાજોલ સુધી, હિન્દી સિનેમાના પડદા પર ભાગ્યે જ કોઈ એવો મોટો સ્ટાર હશે જેને લતા મંગેશકરે પોતાનો અવાજ ન આપ્યો હોય.

લતાજીએ 30 હજારથી વધુ ગીતો ગાયા

લતાજીએ 20થી વધુ ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. 1991માં જ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે માન્યતા આપી હતી કે તે વિશ્વની સૌથી વધુ રેકોર્ડ કરેલી ગાયિકા છે. ભજન હોય, ગઝલ હોય, કવ્વાલી શાસ્ત્રીય સંગીત હોય કે સામાન્ય ફિલ્મી ગીતો હોય, લતાએ દરેકને સમાન નિપુણતાથી ગાયું. લતા મંગેશકરની ગાયિકાના ચાહકોની સંખ્યા લાખોમાં નહીં પણ કરોડોમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *